સ્વામિનારાયણ મહામંત્ર ૨૨૩ મી પ્રાગટય જયંતી ના પર્વ તથા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ના વિશેષ ઉજવણી કાર્યક્રમ. - At This Time

સ્વામિનારાયણ મહામંત્ર ૨૨૩ મી પ્રાગટય જયંતી ના પર્વ તથા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ના વિશેષ ઉજવણી કાર્યક્રમ.


મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી અનેક મુમુક્ષુઓનાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ, મંદિર નાઇરોબીમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી ઘનશ્યામ મહારાજ ૭૨ મો પ્રતિષ્ઠોત્સવ તેમજ સ્વામિનારાયણ મહામંત્ર ૨૨૩ મી પ્રાગટય જયંતીની શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસ જી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી,

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં શ્રી ઘનશ્યામ મહારાજ ૭૨ મો પ્રતિષ્ઠોત્સવ તેમજ સ્વામિનારાયણ મહામંત્ર ૨૨૩ મી પ્રાગટય જયંતીની જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, ભકિત સંગીત,ષોડશોપચાર થી પૂજન,અર્ચન તેમજ અન્નકૂટ આરતી વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા,

આ પાવનકારી અવસરે શ્રી રોહિત વઢવાણા ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તેમજ શ્રીમતી મોના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, શ્રી રોહિત વઢવાણા કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર છે અને જુલાઈ ૨૦૨૨ થી UNEP અને UN - Habitat માં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ છે તેમણે ગલ્ફ ડિવિઝનમાં અન્ડર સેક્રેટરી તરીકે નવી દિલ્હીના વિદેશ મંત્રાલયમાં પણ સેવા આપી છે શ્રી રોહિત વઢવાણા એક જણાવ્યું હતું કે મને શ્રી સ્વામિનારાયણ ગાદીની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદારના દિવ્ય આશીર્વાદ અને પાવનકારી સાનિધ્ય ચરણોમાં બેસવાનો અણમોલ લ્હાવો પ્રાપ્ત થયો છે, આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે શ્રી રોહિત વઢવાણાને પુષ્પ હાર પહેરાવી, કુમકુમનો ચાંલ્લો કરી આશીર્વાદ અર્પણ કર્યા હતા,

તદઉપરાંત જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્ર ૨૨૩ મી પ્રાગટય જયંતી"ના પર્વે તથા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ઈસ્ટ આફ્રિકાના નાનાં, મોટા, બાળકો, યુવાનો, આબાલવૃદ્ધ ભાઈઓ, બહેનોએ હરિભક્તોએ સાથે મળીને શિક્ષાપત્રીનું સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી એમ કુલ ત્રણ ભાષામાં કુમકુમથી રંગબેરંગી કાગળમાં હસ્ત લેખન કર્યું હતું,

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિભાષામાં કુલ ૨૦૦ પારાયણ ભાવિક હરિભક્તોએ લેખન કર્યું હતું, શિક્ષાપત્રીના કુમકુમથી રંગબેરંગી કાગળના હસ્ત લેખનના સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને વાઘા, હાર, ધ્વજ, કળશ, ચમર, અબદાગીરી, છત્ર, ઓરિગામી તોરણ, પંખા વગેરે શણગાર પણ ધારણ કરવામાં આવ્યા હતા,

આ પાવનકારી અણમોલ અવસરનો લ્હાવો ઘણી મોટી સંખ્યામાં કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, રુંવાડા, અમેરિકા,યુ.કે. દેશ વિદેશના ભાવિક હરિભક્તોએ ઉત્સાહભેર લીધો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.