ગીર ગઢડા ના ૬ મહિના થી વિખૂટા પડેલા વૃદ્ધ નું પરિવાર સાથે મિલન કરાવતો નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમ... - At This Time

ગીર ગઢડા ના ૬ મહિના થી વિખૂટા પડેલા વૃદ્ધ નું પરિવાર સાથે મિલન કરાવતો નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમ…


ગીર ગઢડા ના ૬ મહિના થી વિખૂટા પડેલા વૃદ્ધ નું પરિવાર સાથે મિલન કરાવતો નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમ...

વેરાવળ સ્થિત ડારી ટોલ પ્લાઝા પાસે આવેલો નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમ માનવતા ની મહેક ફેલાવી રહ્યું છે છે આશ્રમ મા હાલ ૧૦૫ જેટલા માનસિક અસ્થિર વ્યક્તિ ઓ ને પ્રભુજી માની એક પરિવાર ની જેમ સાચવી સાર સંભાળ રાખવા મા આવે છે,સંસ્થા નો મુખ્ય ઉદ્દેશ્ય આવા વ્યક્તિ ઓના પરિવાર ની શોધખોળ કરી પરિવાર સાથે પુનઃ મિલન કરાવવાનું છે ...
આશ્રમ મા છેલ્લા ૫ મહિના થી આશ્રય લઈ રહેલા વૃદ્ધ ને આશ્રમ મા પ્રેમ લાગણી અને પરિવાર જેવી હૂંફ મળતા તેમની માનસિક સ્થિતિ મા સુધારો આવતા આશ્રમ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરતા તેમનું નામ સામત ભાઈ પરમાર રહે . ઘોડવાડી ગામ ગીર ગઢડા તાલુકા જણાવતા આશ્રમ ની ટીમ દ્વારા તપાસ કરતા પરિવાર સાથે સંપર્ક કરવા માં સફળતા મળી હતી ।..

સામતભાઈ પરમાર ખેતી કામ સાથે સંકળાયેલ છે અને ૬ મહિના પહેલા કોઈ ને કહ્યા વગર તેઓ ઘરે થી નીકળી ગયા હતા .. આજરોજ તેમનો પુત્ર તેમને લેવા આશ્રમ આવી પહોંચતા પોતાના દીકરા ને જોઈ ને બાપ ના ચેહરા પર અવિસ્મરણીય સ્મિત જોવા મળ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.