મવડી, ગોંડલ-આજી ચોકડી સહિતના સ્થળે વરસાદમાં પોલીસ તૈનાત રહેશે: કલેક્ટર - At This Time

મવડી, ગોંડલ-આજી ચોકડી સહિતના સ્થળે વરસાદમાં પોલીસ તૈનાત રહેશે: કલેક્ટર


ગોઠણડૂબ પાણી ભરાતા સ્થળોએ અકસ્માત-ટ્રાફિકજામ નિવારવા કલેક્ટરનો પ્લાન: જેસીબી, ડીવોટર પંપ સહિતના સાધનો સાથે ટીમ બનાવાઈ: સરકારી કર્મચારીઓની રજા રદ
ત્રણ ઈંચ વરસાદમાં પાણી-પાણી થઈ જતાં રાજકોટ શહેરમાં અકસ્માત અને ટ્રાફિકજામ નિવારવા માટે કલેક્ટર દ્વારા ચોમાસાનો નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરની અંદર પ્રવેશતાં મુખ્ય માર્ગો ઉ5ર ગોઠણડૂબ પાણી ભરાતાં હવે આ સ્થળોએ પોલીસ ટીમોને તૈનાત રહેવાના આદેશો જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવ્યા છે.
આજે પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ સુધી રાજકોટ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે તેને પગલે કલેકટર તંત્ર સ્ટેન્ડ ટુ છે.
આવા સંજોગોમાં તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં રજા ઉપર ગયેલા અધિકારી અને કર્મચારીઓની તાકિદની અસરથી રજા પણ રદ કરી દેવામાં આવી છે.
રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા પડેલા 3॥ ઈંચ ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ કમરડૂબ પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને માધાપર ચોકડી, મવડી ચોકડી, આજીડેમ-ગોંડલ ચોકડી અને સાત હનુમાન નજીક પાણી ભરાઈ જવાના બનાવો બન્યા છે.
ગોઠણડૂબ પાણી ભરાવવાને કારણે અકસ્માત અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. આવી સ્થિતીનું નિર્માણ ન થાય તે માટે શહેર અને જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને જે સ્થળોએ વધુ પાણી ભરાય છે ત્યાં પોલીસ ટીમોને તૈનાત રાખવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાની ટીમને ડીવોટર પંપ સાથે પણ હાજર રાખવામાં આવશે. શહેર અને જિલ્લાના માર્ગો ઉપર ઝાડ પડવાના બનાવ બને છે. આવા બનાવોને કારણે રસ્તો બંધ કરવો પડે છે. રસ્તો બંધ ન થાય તે માટે માર્ગ-મકાન વિભાગ, વન વિભાગને જેસીબી અને ઝાડ કટીંગ મશીન સાથે હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.