વ્યાજખોરી નેસ્તનાબુદ કરવા માટે એક તક પોલીસને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસનું સકારાત્મક પગલુ. - At This Time

વ્યાજખોરી નેસ્તનાબુદ કરવા માટે એક તક પોલીસને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસનું સકારાત્મક પગલુ.


તા.06/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડીવીઝન નાઓ દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદ્દેશથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોકસંપર્કનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના સુરેન્દ્રનગર ડીવીઝન હેઠળના સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન, સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર, મુળી પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા માટે સુરેન્દ્રનગર ડીવીઝનના પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને હાજર રહેવા અપીલ કરવામા આવે છે. જે કોઇ વ્યકિતએ નાણાં ધીરધાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધેલ હોય, તેમજ મોરગેઝ પેટે મોટી કિંમતનો જમીન મકાનનો દસ્તાવેજ પ્રોમીસરી નોટ, ચેક અને તેઓને આપેલ નાણાં/વ્યાજ ચુકવી આપેલ હોય છતા છેતરપીંડી કે વિશ્વાસઘાત કરી પરત કરતા ન હોય તેઓ પણ રજુઆત કરી શકશે અને તેમની રજુઆતો સાંભળી સંપુર્ણ તપાસ કરી ન્યાય અપાવવામાં આવશે. જેથી આ લોકસંપર્કમાં રજુઆત કરી એક તક પોલીસને આપવા માટે સુરેન્દ્રનગર ડીવીઝન હેઠળના સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન, સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર, મુળી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરીકોને નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝનનાઓ દ્વારા અપીલ કરવામાં આવે છે. તારીખ / સમય તા.08/01/2023 બપોરના કલાક, 11થી બપોરના કલાક,13 સુધી ડી.ટી.સી (તાલીમ ભવન) એસ.પી કચેરી કમ્પાઉન્ડ, સુરેન્દ્રનગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.