અમદાવાદ શહેર ના ડી.સી.પી ઝોન ૦૬ ના પોલીસ સ્ટેશનોમાં બિનવારસી, ડીટેઈન,કબજે કરેલ જૂના વાહનો ની હરાજી કરવામાં આવી.
અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુના કામે ડિટેઇન કરેલા વાહનો બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા ના હોય જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે,
અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા અમદાવાદ શહેર મા.સયુંકત પોલીસ કમિશ્નર, સેકટર ૦૨ જયપાલસિંહ રાઠોડ દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારો ને સૂચનાઓ કરવામાં આવેલ,
અમદાવાદ શહેર ના ડી.સી.પી ઝોન ૦૬ રવિ મોહન સૈની તથા જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ,જે સૂચના આધારે પડતર વાહનોના નિકાલ કરવાની ઝુંબેશ ના ભાગરૂપે જે ડિવિઝનના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, જીઆઈડીસી પીઆઈ આર.એમ.પરમાર, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા ઈસનપુર, જીઆઈડીસી, મણિનગર પોલીસ સ્ટેશનમાં બિનવારસી કબજે કરવામાં આવેલ તેમજ ડીટેઈન કરવામાં આવેલ અને ઘણા સમયથી પડેલ જૂના વાહનો કુલ ૯૧ વાહનો જેમાં મોટર સાયકલ, એક્ટિવા, સુમો કાર, સહિતના વાહનોની હરરાજી કરી, કુલ રૂ. ૫,૬૫,૦૦૦/- જીએસટી સહિત સરકારશ્રીમાં જમાં કરાવવામાં આવેલ છે,
આમ અમદાવાદ શહેરના ઈસનપુર, જીઆઈડીસી, મણિનગર પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનોના જાહેર હરાજી કરી વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ,
અમદાવાદ શહેરના ઝોન ૦૬ ના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરાજી તમામ કાર્યવાહી પૂર્ણ કરી હરાજી યોજવામાં આવશે તેવું અમદાવાદ શહેર ઝોન ૦૬ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે
