*પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ તાલુકા શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી* - At This Time

*પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ તાલુકા શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી*


*પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ તાલુકા શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી* ૨૧ જુન ૨૦૨૨ , ૮ મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે નગરપાલિકા કક્ષાના યોગ દિવસની ઉજવણી પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર ૧, તાલુકા શાળા બોટાદ ખાતે કરવામાં આવેલ. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ .સમગ્ર કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખશ્રી અલ્પાબેન ડી. સાબવા,બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ, જાયન્ટ્સ ગ્રુપ બોટાદ ના યુનિટ ડાયરેક્ટર કેતનભાઇ રોજાસરા, સેક્રેટરી દિલીપભાઈ ભલગામિયા, ડી. એફ. દીપકભાઈ માથુકિયા, ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડિયા, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના યોગ સાધકો ઉપસ્થિત રહેલ. નગરપાલિકાની ભગવાન પરા પ્રાથમિક શાળા નં ૨૩, ભેરવા ચોક પ્રાથમિક શાળા નં૧૩ ,પ્રાથમિક શાળાનં-૧૬ ના શિક્ષક અને વિદ્યાર્થીઓએ હાજરી આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દર્શનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.