ઢસા જં. કે.વ. શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

ઢસા જં. કે.વ. શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી


ઢસા જંક્શન કે.વ. શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. "જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી "- જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. ફાધર વાલેસે કહ્યું છે કે-'ભાષા જશે તો સંસ્કૃતિ જશે.' આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખવી અને સાચવી રાખવી હોય તો ભાષાને સાચવવી પડશે.આવી ભાષા શિક્ષક પ્રવીણભાઈ દ્વારા પ્રાસ્તાવિક રજુઆત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં લોકગાયક મંગાભાઇ હમીરભાઇ પરમારને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મંગાભાઈએ એક સમયે રેડીયોના લોકપ્રિય કલાકાર હતા મંગાભાઇએ બાળકોને માતૃભાષાનું મહત્વ સમજાવીને ખૂબ જ સરસ દુહા છંદ લલકાર્યા હતા. તેમણે જાહલની ચિઠ્ઠી, રાનવઘણની વાત તથા મચ્છુ-મોરબી જળ હોનારતની પ્રાદેશીક ભાષામાં લોકબોલીથી રાવણહાથા સાથે સરસ રીતે રજુ કરી હતી. તેમજ લોકગીતો, લગ્નગીતોની સુંદર રીતે રજૂઆત કરી હતી શાળા પરીવાર દ્વારા મંગાભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી મધુભાઈ પરમાર તથા શિક્ષક સ્ટાફ અજયભાઈ, ભીમજીભાઇ, ધૃવભાઇ,ભુમિકાબેન, પ્રિયલબહેને હાજર રહીને કલાકારને પ્રોત્સાહિત કર્યા હતા. માતૃભાષા દિવસે આ સિવાય વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્રસ્પર્ધા જેવા કાર્યક્રમ કરીને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભાષા પરીવાર ઢસા જંકશન કે.વ. શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image