નેત્રંગ તાલુકાનાં ૨૪૦ વર્કર અને ૧૪ સુપરવાઈજર આરોગ્ય કર્મીઓ દ્વારા ૬૦ જેટલા બુથો પર આ બાળકોને પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે.
સમગ્ર રાજય સહિત ભરૂચ જિલ્લામાં તા. ૮ થી ૧૦ ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજાનાર છે. જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.એન.સિંગ પાસે મળતી માહિતી મુજબ આ યોજાનારી આ ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન નેત્રંગ તાલુકાના નાં ૦ થી ૫ (પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૧૩,૩૩૪ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
નેત્રંગ તાલુકાનાં ૨૪૦ વર્કર અને ૧૪ સુપરવાઈજર આરોગ્ય કર્મીઓ દ્વારા ૬૦ જેટલા બુથો પર આ બાળકોને પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે.
નેત્રંગ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.એન.સિંગના માર્ગદર્શન હેઠળ આ પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે એટલે કે, ૮ મી ડિસેમ્બર, રવિવારે બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે ઘર-ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ ટીમ, મોબાઈલ ટીમ (હાઈરીસ્ક વિસ્તાર, ઇંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ, ઝુંપડપટ્ટીઓ, જંગલો અને બાધકામ ચાલતા હોય તેવા) વિસ્તારોમાં બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ટીમો દ્વારા પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં આવશે..
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.