પૂજય હરિરામ બાપાની પ્રેરણાથી જસદણમાં ભાગવત કથામાં શ્રોતાજનોએ લાભ લીધોઃ વજાણી પોપટ પરિવાર દ્વારા આયોજન - At This Time

પૂજય હરિરામ બાપાની પ્રેરણાથી જસદણમાં ભાગવત કથામાં શ્રોતાજનોએ લાભ લીધોઃ વજાણી પોપટ પરિવાર દ્વારા આયોજન


પૂજય હરિરામ બાપાની પ્રેરણાથી જસદણમાં ભાગવત કથામાં શ્રોતાજનોએ લાભ લીધોઃ વજાણી પોપટ પરિવાર દ્વારા આયોજન

જસદણમાં દામોદરદાસ નારાયણદાસ વજાણી પોપટ તથા છોટાલાલ નારાયણદાસ વજાણી પોપટ પરિવાર દ્વારા યોજાયેલી ભાગવત કથામાં મોટી સંખ્યામાં લોકોએ કથા શ્રવણ તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

જસદણમાં વીંછિયા રોડ ઉપર સોની સમાજની વાડી ખાતે દામોદર ઓઇલ મીલ- વજાણી પોપટ પરિવાર દ્વારા યોજાયેલી ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવતા જુનાગઢ વાળા શાષાી ઈશ્વરચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે સારી સંગતથી જ સારા સંસ્કાર આવે છે અને સારા સંસ્કાર દ્વારા સત્કર્મો થાય છે. તેમણે ગોપી ગીત અંગે જણાવ્યું હતું કે ગોપીઓએ વેણુ ગીત ગાયું હતું પરંતુ વેણુ ઠાકોરજીની ખૂબ જ નજીક ઠાકોરજીના હોઠ ઉપર હોવાથી વેણુ ગીત નામ પડ્યું છે. ભાગવત કથા દરમિયાન નળસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કળષ્ણ જન્મ, ગીરીરાજજી ઉત્સવ વગેરેની ભવ્યતાથી ઉજવણી થઈ હતી. દરરોજ બપોરે તેમજ સાંજે તમામ શ્રોતાજનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કથા દરમિયાન રોજ સવારે તેમજ સાંજે કથાની પૂર્ણાહુતિ બાદ પૂજ્ય હરિરામ બાપાની પ્રણાલિકા અનુસાર સુંદરકાંડના પાઠ, રામાયણના પાઠ, રામધૂન વગેરે ધાર્મિક આયોજનો યોજાતા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.