પ્રદેશ કાર્યાલય “ કમલમ” ખાતે ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન 'BJP Digital Warriors' નો શુભારંભ પાટીલના હસ્તે કરાયો - At This Time

પ્રદેશ કાર્યાલય “ કમલમ” ખાતે ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન ‘BJP Digital Warriors’ નો શુભારંભ પાટીલના હસ્તે કરાયો


આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન 'BJP Digital Warriors' નો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વરદ હસ્તે યોજવામાં આવ્યો. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે એક નંબર (96 24 182 182) પણ જાહેર કરવામાં આવ્યો અને પ્રદેશ અધ્યક્ષએ તેમના નંબરથી મીસ કોલ કરી ડિજિટલ વોરિયર્સ કેમ્પિયનનો પ્રારંભ કરાવ્યો. ટેકનોલોજી યુગમાં વધુ લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય છે ત્યારે ગુજરાતમાં વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે 15 દિવસનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. 

 આ કાર્યક્રમમાં મનનભાઇ દાણીએ જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન 'BJP Digital Warriors' અભિયાન 22 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે. આ અભિયાનથી રાજયના યુવાનોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. જાહેર કરેલ નંબર પરથી મીસ કોલ કરવાથી કેમ્પેયનમાં જોડાવાની લીંક આવશે. જે લીંક મારફતે જરૂરી વિગતો ભરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યુવાનો એ કેમ્પિયનમાં જોડાઇ શકશે.આ અભિયાનથી રાજયના નવ યુવાનોના સુચન તેમજ ફરિયાદને પણ જાણવાનો અવસર મળશે. 

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો લોકો સાથે સતત જોડાવવા નવતર અભિગમ થકી પ્રયાસ કરતા હોય છે ત્યારે આજે Digital Warriors અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન થકી અંદાજે 1 કરોડ 13 લાખથી વધુ ગુજરાત ભાજપના પ્રાથમિક સભ્યો છે. 80 લાખથી વધુ પેજ કમીટીના સભ્યો છે. હજુ વધુ યુવાનો અને શુભેચ્છકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાનથી ગુજરાતના અલગ-અલગ ક્ષેત્રમાં ટેકનોસેવી યુવાનો ભાજપ સાથે વધુમાં વધુ જોડાશે તેવો વિશ્વાસ છે.  
કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયા,પ્રદેશ પ્રવકતા યમલભાઇ વ્યાસ,સોશિયલ મીડિયા અને આઇટી વિભાગના પ્રદેશ કો.ઓર્ડીનેટર પંકજ શુકલજી, સોશિયલ મીડિયાના પ્રદેશ સહ કન્વીનર મનનભાઇ દાણી સહિતના પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon