શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ રચિત. શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા મહિલા અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ - At This Time

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ રચિત. શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા મહિલા અને બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ


ગોસા(ઘેડ)તા.૩૦/૦૭/૨૦૨૩
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા મહેર સમાજના સર્વાંગી વિકાસ માટે વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનાં સમયાંતરે આયોજન કરવામાં આવે છે જેના દ્રારા સંગઠન અને વિકાસને વેગ મળે છે આવા ઉમદા હેતુસર શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા મહિલાઓ અને બાળકોને રહેલી ઇતર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે અને તેમનામાં રહેલી કલાને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના હેતુસર તારીખ ૨૯/૦૭/૨૦૨૩ના રોજ શ્રી મહેર મહિલા વિકાસ મંડળ પોરબંદર દ્રારા મહેર સમાજ ઝુંડાળા ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા આયોજીત વિવિધ સ્પર્ધાઓને મહીલા મંડળના પ્રમુખ રમાબહેન ભુતિય,ઉપ પ્રમુખ જયાબેન કારાવદરા,નોઘણભાઈ મોઢવાડીયા, અરજન ભાઈ ખિસ્તરીયા,પોપટભાઈ ખુંટી,હંસાબેન ઓડેદરા, ડો.વિધિ કડછા, ભવિષાબેન રાતિયા વિગેરે એ દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌને શબ્દોથી આવકારી રમાબેન ભૂતિયા દ્વારા સ્વાગત કરવામા આવેલ. ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્રારા આયોજિત સ્પર્ધાઓમાં ચાર ગ્રુપ રાખવા માં આવ્યા હતા. જેમાં સ્પર્ધા ગ્રુપ-૧, વેશભૂષા વિભાગ ૧માં એક થી પાંચ વર્ષના ૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે વેશભૂષા વિભાગ-૨માં ૧૬ થી ૧૨ વર્ષ સુધીના કુલ ૩૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યારે સ્પર્ધા ગ્રુપ-૨ ડાંસ વિભાગ-૧ ૬થી ૧૨ વર્ષ સુધીના કુલ ૨૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ડાંસ વિભાગ-૨ ૧૩ થી ૧૮ વર્ષ સુધીના અને ઉપરના કુલ ૭ સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધા ગ્રુપ -૩ એકપાત્રીય અભિનયમાં વિભાગ-૧ માં ૧૩ થી ૨૫ વર્ષ સુધીના સાત સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યારે વિભાગ-૨માં ૨૫ થી ઉપરના વર્ષના સ્પર્ધકોમાં ૧ સ્પર્ધકએ ભાગ લીધો હતો જ્યારે સ્પર્ધા ગ્રુપ-૪ માં સાડી સ્પર્ધામાં વિભાગ-૧ માં ૧૫ થી ૩૦વર્ષ સુધીના ૨૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યારે વિભાગ- ૨ માં ૩૦ થી ઉપર વર્ષના ૨ સ્પર્ધકોએ ભાગ લીધો. કુલ ચારેય ગ્રુપમાં થઈને કુલ ૧૧૫ સ્પર્ધાકો એ યોજાયેલ વિવિધ હરીફાઈઓમાં ભાગ લીધો હતો
સ્પર્ધા ને અંતે નિર્ણાયકો તરફથી જાહેર કરવામાં આવેલ પરિણામમાં વેશભૂષા ની હરીફાઈ વિભાગમાં પ્રથમ માં પ્રથમ નંબરે દૃષ્ટિ ઓડેદરા બીજા નંબરે જીસન ઓડેદરા અને ત્રીજા નંબરે કેશવાલા આર્યન વિજેતા જાહેર થયા હતા જ્યારે વેશભૂષા બીજા વિભાગમાં પ્રથમ નંબરે દિવ્યાબેન ભૂતિયા બીજા નંબરે હીના કારાવદરા અને ત્રીજા નંબરે દક્ષ પરમાર વિજેતા જાહેર થયા હતા. સ્પર્ધા ગ્રુપ નંબર -૨ ડાન્સ વિભાગમાં-૧માં પ્રથમ નંબરે દિયા ભુતિયા બીજા નંબરે ધાર્મી કિશોર ખૂટી અને ત્રીજા નંબરે હિર મોઢવાડિયા વિજેતા થયા હતા. જ્યારે વિભાગ-૨માં પ્રથમ નંબરે ઓડેદરા ઈશિતા દેવેન્દ્રભાઈ બીજા નંબરે પરમાર કરૂણા વિજેતા થયા હતા. જ્યારે સ્પર્ધા ગ્રુપ -૩ એકપાત્રીય અભિનયમાં વિભાગ-૧ માં પ્રથમ નંબરે લક્ષ્યા પોપટભાઈ ખુંટી અને બીજા નંબરે જાનકી આગઠ વિજેતા થયા હતા. જ્યારે ગ્રુપ નંબર ચાર સાડી સ્પર્ધાઓમાં વિભાગ -૧માં જીયા ઓડેદરા બીજા નંબરે પ્રિયંકા મોઢવાડિયા અને ત્રીજા નંબરે વર્ષાબેન મોઢવાડિયા વિજેતા થયા હતા જ્યારે વિભાગ -૧માં રૂપીબેન કારાવદરા પ્રથમ નંબરે બીજા નંબરે જયાબેન કારાવદરા અને ત્રીજા નંબરે હીરાબેન ગોરાણીયા વિજેતા જાહેર થયા હતા. વિવિધ સ્પર્ધાઓના પરિણામો આવ્યા બાદ ઉપસ્થિત આમંત્રિત મહેમાનોમાં નવઘણભાઈ મોઢવાડિયા જીતેન્દ્રભાઈ ખુંટી, નિલેશભાઈ ઓડેદરા,ગાંગાભાઈ સરમા ( શુકલ્પ મેગેઝીનના તંત્રી ) કેશુભાઈ વાઘ, જીવાભાઇ ખુંટી, મહેર એકતા ન્યુયુઝના સહતંત્રી વિરમભાઈ આગઠ ,હંસાબેન વિક્રમભાઈ ઓડેદરા,ડોક્ટર ખુશ્બુ, ગોરાણીયા, જયાબેન સુંડાવદરા,રમાબેન ભુતીયા,નિર્ણાયક તરીકે રહેલ મંજુબેન,ઈલાબેન ઠક્કર,અલ્કાબેન સામાણી વગેરેના હસ્તે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ કરવામાં આવેલ.
મહેર સમાજના જે બાળકો અને મહિલાઓની વિવિધ સ્પર્ધાઓએ ભાગ લીધેલ ત્યારે તેઓને પ્રોત્સાહિત કરવા માટે મંજુબેન વનરાજભાઈ કારાવદરા પ્રમુખશ્રી જિલ્લા પંચાયત પોરબંદર, અરજણભાઈ ખિસરીયા, નવઘણભાઈ મોઢવાડિયા, જયેન્દ્રભાઈ ખુટી, રામભાઈ મેપાભાઇ ઓડેદરા પ્રમુખશ્રી પોરબંદર કોંગ્રેસ,રેખાબેન આગઠ,ડોક્ટર ખુશ્બુ ગોઢાણિયા ,ડોક્ટર વિધિ કડછ, ડોક્ટર નેહલબેન કારાવદરા (ઉદય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ) સહીતના ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોતસાહિત કર્યા હતા. જ્યારે આ કાર્યક્રમને દિપાવાવ અને સફળ બનાવવા રમાબેન ભૂતિયા (મહિલા મંડળના પ્રમુખ) મંજુબેન કારાવદરા (મહિલા મંડળના ઉપપ્રમુખ ) જયાબેન કારાવદરા તેમજ મહેર મહિલા મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહી આ સ્પર્ધાઓને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.આભાર વીધિ મંજુલાબેન કારાવદરાએ કરી હતી.
રિપોર્ટર ;- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.