ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની વહીવટી સમિતિની રચના મામલે ભારે વિવાદ થયા બાદ સમિતિને માત્ર ત્રણ મહિનાની અંદર જ બરખાસ્ત,પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલે આપી પ્રતિક્રિયા - At This Time

ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની વહીવટી સમિતિની રચના મામલે ભારે વિવાદ થયા બાદ સમિતિને માત્ર ત્રણ મહિનાની અંદર જ બરખાસ્ત,પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલે આપી પ્રતિક્રિયા


ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિવાદ બાદ માટે ત્રણ મહિના માં જ વહીવટી સમિતિની બરખાસ્ત કરી દેવામાં આવી છે જસદણના સોમપીપળા ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની વહીવટી સમિતિની રચના મામલે ભારે વિવાદ થયા બાદ સમિતિને માત્ર ત્રણ મહિનાની અંદર જ બરખાસ્ત કરી દેવાની ફરજ પડી છે. ગુજરાત સરકાર દ્વારા ઘેલા સોમનાથ મંદિરની વહીવટી સમિતિની રચના સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી આ સમિતિની રચના બાદ અનેક વિવાદોએ જન્મ લીધો હતો. જસદણ પંથકમાં કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં હોવા છતાં પણ સમાજના કોઈપણ સભ્યોને આ સમિતિમાં લેવામાં આવ્યા નહોતા. સમિતિ જાહેર થયા બાદ તરત જ પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા અને કોળી સમાજને તેમાં સ્થાન આપવા માટે રજૂઆત પણ કરી હતી. આ પ્રકારના વિવાદોને કારણે સરકાર દ્વારા સમિતિ બરખાસ્ત કરી દેવામાં આવી છે હવે નવી સમિતિની રચના ક્યારે થાય તે અંગે સૌ કોઈ મીટ માંડીને બેઠા છે
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.