૨૦૨૯-૩૦ સુધીમાં ભારતમાં કરાર આધારિત (ગિગ) કર્મચારીઓ વધીને ૨.૩૫ કરોડ થશે - At This Time

૨૦૨૯-૩૦ સુધીમાં ભારતમાં કરાર આધારિત (ગિગ) કર્મચારીઓ વધીને ૨.૩૫ કરોડ થશે


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૭નિયત સમય માટે નિયત પગાર પર કામ કરતા 'ગિગ' કર્મચારીઓની
સંખ્યા ભારતમાં ૨૦૨૯-૩૦ સુધીમાં વધીને ૨.૩૫ કરોડ થઇ જવાની શક્યતા છે. વર્ષ
૨૦૨૦-૨૧માં આવા કર્મચારીઓની સંખ્યા ૭૭ લાખ હતી. સોમવારે જારી થયેમલા 
નીતિ આયોગના એક રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રિપોેર્ટમાં
કરાર પર કામ કરતા ગિગ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સામાજિક સુરક્ષા વધારવા માટેની
ભલામણ કરવામાં આવી છે .'ભારતની
ઝડપથી વધતી ગિગ અને પ્લેટફોર્મ અર્થવ્યવસ્થા'
નામના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૯-૩૦ સુધી ગિગ કર્મચારીઓની
સંખ્યા બિન કૃષિ કાર્ય બળના ૬.૭ ટકા અને ભારતની કુલ આજીવિકાના ૪.૧ ટકા થવાની
શક્યતા છે. ગિગ કર્મચારીઓને મોટા પાયે પ્લેટફોર્મ અને નોન-પ્લેટફોર્મ
કર્મચારીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્લેટફોર્મ કર્મચારીઓનું કામ ઓનલાઇન
સોફ્ટવેર અએપ અથવા ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત હોય છેય જ્યારે નોન-પ્લેટફોર્મ ગિગ
કર્મચારી સામાન્ય રીતે દૈનિક પગાર વાળા શ્રમિક હોય છે જે પાર્ટ ટાઇમ કે ફુલ ટાઇમ કામ
કરે છે. ગિગ કર્મચારીઓ મોટે ભાગે ફલેક્સિબલ વર્ક શિડયુલ પસંદ કરે છે
અને નિમ્નથી મધ્ય શિક્ષણ ધરાવતા હોય છે. ગિગ કાર્ય દ્વારા થનારી આવક તેમની
પ્રાથમિક આવક હોતી નથી અને તેઓ હંમેશા સાથે નિયમિત નોકરી પણ કરતા હોય છે.

નીતિ આયોગના આ રિપોર્ટ મુજબ ૨૦૨૦-૨૧માં ૭૭ લાખ કર્મચારીઓ
ગિગ અર્થ વ્યવસ્થામાં સામેલ હતાં. આ કર્મચારીઓ મોટે ભાગે રિટેલ વેપાર અને વેચાણ
તથા પરિવહન ક્ષેત્રમાં હતાં. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર તથા નાણા તથા વીમા
પ્રવૃત્તિઓમાં પણ તેમની ઉલ્લેખનીય ભૂમિકા હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.