પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ૨૦૨૫ની નવી કારોબારીની નિમણુક અંગેની મિટિંગ જૂના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ. - At This Time

પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ૨૦૨૫ની નવી કારોબારીની નિમણુક અંગેની મિટિંગ જૂના સર્કિટ હાઉસ ખાતે યોજાઇ.


પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની વર્ષ ૨૦૨૫ની નવા કારોબારીના સભ્યોની નિમણુક જાહેર કરવા અંગેની મિટિંગ તા. ૧૩ એપ્રિલ ૨૦૨૫ ને રવિવાર ના રોજ જૂના સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે અમદાવાદ શહેર ના મા.પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી,

આ મિટિંગમાં સૌ પ્રથમ પત્રકાર એકતા પરિષદ દ્વારા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય મા પ્રમુખ હસમુખભાઈ પટેલ, પ્રદેશ ઝોન પ્રભારી મા.રિતેન્દ્રસિંહ ઝાલા, મા.રમેશભાઈ ધકાણ તેમજ શિલ્પાબેન આહીર અને ઉપસ્થિત ઉપ પ્રમુખ ના હસ્તે કરવામાં આવ્યું હતું,

મિટિંગની શુભ શરૂઆત પત્રકાર એકતા પરિષદ ના મા.પ્રમુખ હસમુખભાઈ પટેલે કરી...જણાવેલ કે પત્રકાર એકતા પરિષદની ટીમ દ્વારા વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ માં (૧) કેન્દ્રીય મંત્રી મા.નિતિનભાઈ ગડકરી ને અને ગુજરાતના મા.મુખ્યમંત્રી ને ટોલટેક્ષ માંથી પત્રકારોને માફી ( રાહત ) આપવા માટે આવેદન પત્ર લખ્યો હતો,

(૨) મા.મ્યુ. કમિશ્નર ને જીમખાના, સ્પોર્ટસ સંકુલ, સ્વીમાંગ પુલ તેમજ સ્પોર્ટસની તમામ સુવિધાઓ પત્રકારો માટે વિના મૂલ્યે પુરી પાડવા બાબતનો પત્ર...

મહાનગર પાલિકામાં એક્રીડીટેડ પત્રકારોને હેલ્થ પુસ્તિકા (હેલ્થ કાર્ડ) આપવા બાબતનો પત્ર...

બીઆરટીએસમાં વિના મૂલ્યે પત્રકારોને ફ્રી મુસાફરી કરવા બાબતનો નિર્ણય લેવા બાબતે પત્ર...

પ્રેસરૂમમાં દરેક મીટીંગનું લાઈવ પ્રસારણ જોઈ શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પત્ર...તમામ ઝોનલ કચેરીએ પ્રેસ રૂમની સગવડ આપવા બાબતે પત્ર...

મ્યુ. ડાયરીમાં પત્રકારોના નામ દાખલ કરવા અને નિતિ ઘડવા બાબતે પત્ર...

દિવાળી સમયે પત્રકારોને જે ગીફટ/વાઉચર આપવામાં આવે છે તેની ચોક્કસ નિતિ ઘડવા પત્ર...

ગુજરાત સરકારમાં લઘુ અને મધ્યમ કક્ષાના અખબારોને જે નિતિ છે તે પ્રમાણે અમદાવાદ મહાનગર પાલિકામાં અમલ કરવા મા.મ્યુ. કમિશ્નર અને સ્ટે.કમિટી ચેરમેનને પત્ર લખેલ છે,

(૩) માહિતી નિયામક ગાંધીનગર ખાતે દરેક જિલ્લામાં સરખી અખબાર નોંધણી અમલમાં લાવવા પત્ર...

રજીસ્ટ્રી કચેરીમાં અખબાર નોંધણી માટે અલગ અલગ નિયમો છે જેવા કે ગાંધીનગર જિલ્લામાં અખબાર પાક્ષિક જે દિવસે પ્રસિધ્ધ થાય તે જ દિવસે નોંધવાનો હઠાગ્રહ રાખવામાં આવે છે તો સમાન નિતિ ઘડવા બાબતે પત્ર...

ગુજરાતના દરેક જિલ્લા કચેરીએ ન્યુઝ, પ્રેસનોટ, પ્રેસ આમંત્રણ જુદી જુદી કક્ષા વિભાગોએથી પત્રકારોને અપાતી ભેટ સોગાદો, ગીફટ વાઉચર આપવામાં વહાલા દવાલા ની નીતિ રાખી એક સૂત્રતા જળવાતી નથી અને દરેક જિલ્લા કચેરી પોતાની રીતે પોતાને અનુકુળ હોય તેવું અર્થઘટન કરી મનમાની કરી પત્રકારોમાં અસંતોષ ઉભો કરે છે તો સમાન નિતિ ઘડવા પત્ર...

પ્રેસ નોંધણી સામાયિક અધિનિયમ ૧૦ (૧) મુજબ અખબારના પ્રકાશનના ૪૮ કલાકની અંદર અખબારનું ઈલેક્ટ્રોનીક સંસ્કરણ પ્રેસ સેવા પોર્ટલ ઉપર અપલોડ કરવા અને નિયમ ૧૦(૨) મુજબ અખબારની ભૌતિક નકલ દર મહિનાની પાંચમી તારીખ સુધીમાં જમા કરાવવા બાબતે કેન્દ્ર સરકારના પી.આઈ.બી ( પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ) ના જે નિયમો અમલમાં છે તે મુજબ જ ગુજરાત રાજ્યની તમામ જિલ્લા કચેરીઓમાં આ પદ્ધતિ અમલમાં લાવવા પત્ર...

રજી.અખબારોમાં જાહેર ખબરના દરો ત્રીસ વર્ષ પહેલાના અમલમાં છે, મોંઘવારીના પ્રમાણમાં ફક્ત પાંચ ટકાનો આપેલ છે તે ખૂબ જ અપૂરતો છે, તો ૫૦ ટકા વધારો કરવા બાબતે પત્ર.... એક્રીડીટેશન કાર્ડની અરજી - જાહેર ખબરની પેનલ ઉપર મુકવા માટેની અરજી ઓનલાઈન કરવાની સાથે સાથે મેન્યુઅલ પણ કોઈ અરજદાર રજૂ કરવા માંગતો હોય તો જિલ્લા કચેરીએ તેને ઓનલાઈન કરી આપવી તેમજ આવી અરજીઓમાં જે કોઈ વાંધા હોય તે અરજદારને ઈમેલ ઉપર તેમજ મોબાઈલ નંબર ઉપર ફરજીયાત જાણ કરવાના નિયમો અમલમાં લાવવા પત્ર લખેલ છે,

(૪) ગુજરાત ક્રિકેટ એસોશીએનના ચેરમેન, પ્રમુખ મા.જયભાઈ શાહને અમદાવાદ મોટેરામાં રમાતી મેચના પાંચ પાસ વિના મૂલ્યે (કોમ્પલીમેન્ટરી) આપે તે બાબતે પત્ર લખેલ છે,

(૫) રેલ્વેમાં પત્રકારોને કન્સેશન, રાહત મળી રહે બાબતે મા.રેલ્વે મંત્રી અશ્વીનકુમાર વૈષ્ણવને રજૂઆત કરેલ છે તે અંગેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી, વધુમાં પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખે ભાર મૂકીને સૌ પત્રકાર મિત્રોને જણાવેલ કે પત્રકાર એકતા પરિષદ દ્વારા આપવામાં આવતા આવેદન પત્રો અને રજૂઆતોને સૌના સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવે જેથી અન્ય નાગરિકો, સરકાર અને સરકારી કચેરીઓ આપણી કાર્યપ્રણાલી ની જાણકારી મેળવે...

કાર્યક્રમમાં નવી કારોબારીના નામોની ઘોષણા ઉપ પ્રમુખ શ્રી વિષ્ણુભાઇ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી અને સૌ હોદ્દેદારો, મંત્રીઓ, કારોબારી સભ્યો અને મહિલા પ્રમુખ અને મહિલા કારોબારીને પુષ્પ ગુચ્છ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા,

મધ્ય ઝોનના પ્રભારી મા.રીતેન્દ્રસિંહ ઝાલા દ્વારા પત્રકારોને મદદરૂપ થઈ શકે તે અંગે કાયદાકીય જ્ઞાન પીરસવામાં આવ્યું હતું અને પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના સભ્યને કોઈપણ પ્રકારની તકલીફ પડે તો ફોન કરી મદદ મેળવવા જણાવેલ હતું અને પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેર અને જિલ્લાની દર ત્રણ મહિને મિટિંગ યોજવાની પણ સલાહ આપી હતી જેથી પત્રકારોને પડતી હાલાકી અને સમસ્યાઓના નિકાલની વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ શકે,

પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ દ્વારા મા.સંતોષભાઈ મિશ્રાને લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક કરવા અંગેની જાહેરાત કરી હતી, સંતોષભાઈએ જણાવેલ કે પત્રકાર એકતા પરિષદ અને પત્રકારોને જે જે જગ્યાએ કાયદાકીય મદદની જરૂરિયાત જણાય ત્યાં હું ચોક્કસ કાયદાકીય મદદરૂપ થઇશ તેવી હૈયાધારણ આપી હતી,

ઉપપ્રમુખ મા.વસંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવેલ કે પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ ખુબજ મહેનત કરી પત્રકારોના હિત માટેની સુંદર કામગીરી કરી રહી છે, આ કામગીરીમાં સિંહફાળો વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી રહ્યો હોવાનું જણાવેલ હતું,

સાથે સાથે મિટિંગમાં ઉપસ્થિત પત્રકારોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા જેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી,

કાર્યક્રમ ની પુર્ણાહુતીએ સૌ પત્રકાર મિત્રોએ સાથે મળી ચા,નાસ્તો પોતાની ઉપસ્થિતિ સાથે ચર્ચા વિચારણા સાથે આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ પત્રકાર પરિષદ ના પ્રમુખ સહિત અગ્રણી હોદેદારોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image