કોયડમ ગ્રામ પંચાયત ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કેમ્પ યોજાયો - At This Time

કોયડમ ગ્રામ પંચાયત ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કેમ્પ યોજાયો


ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત મહીસાગર જિલ્લામાં ચૂંટણી તા. ૦૭ મેના રોજ યોજાનાર છે. જે અન્વયે મહીસાગર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે વિરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આયોજિત મતદાન જાગૃતિ કેમ્પમાં PwD (પર્સન વિથ ડીસેબીલીટી) મતદારોને પૂરી પાડવામાં આવતી સુવિઘાઓ વિષે માહિતી આ૫વામાં આવી હતી. દિવ્યાંગ મતદારોની ચૂંટણીમાં ભાગીદારી વઘે, તે માટે માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું. દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી સક્ષમ એપ્લિકેશન અંગે જાણકારી આપીને તેનો ઉપયોગ કરવા સમજાવાયું હતું. આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.