રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્પદ ઘી વેંચાણ થતું હોય માહિતી મળતા ચેકીંગ હાથ ધરાઈ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્પદ ઘી વેંચાણ થતું હોય માહિતી મળતા ચેકીંગ હાથ ધરાઈ.


રાજકોટ શહેર તા.૧૦/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી વેંચાણ થતું હોવાની માહિતી અન્વયે રાજકોટ શહેરના શ્રી સ્વામિનારાયણ શોપિંગ સેન્ટર શોપનં.૧૦૧-૧૦૨ પરાબજાર રાજકોટ મુકામે આવેલ 'વોલ્ગા કોર્પોરેશન' પેઢીની ફૂડ વિભાગની ટીમે રૂબરૂ સ્થળ તપાસ કરેલ. સદર પેઢીના ભાગીદારશ્રી ભુવનેશ દીપકભાઈ ચંદ્રાણી દ્વારા 'GREEN EVER PREMIUM GHEE (ઉત્પાદક/યશ ડેરી સ્પાઇસીઝ & ફૂડ્સ પ્રા.લી. બ્લોકનં.૪૬૨, સર્વેનં.૭૭૬, કરશન ફળિયા, ઓઝર રોડ, મોટાપોંઢા, તા.કપરાડા જી.વલસાડ,ગુજરાત) લેબલ ધરાવતા પાઉચ કુલ ૨૧૬ નંગ (૧૦૬ લિટર) તથા 'NAYANDEEP PURE GHEE (ઉત્પાદક: વોલ્ગા કોર્પોરેશન દાણાપીઠ રાજકોટ) ના કુલ ૧૨ ટીન (૧૮૦ KG) નો જથ્થો વેંચાણ માટે સંગ્રહ કરેલ. સદરહુ બંન્ને બ્રાન્ડનો ઘી નો જથ્થો શંકાસ્પદ જણતા જથ્થામાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી 'GREEN EVER PREMIUM GHEE તથા 'NAYANDEEP PURE GHEE ના નમૂના લેવામાં આવેલ. વિશેષમાં બાકી રહેલ 'GREEN EVER PREMIUM GHEE નો ૨૧૨ નંગ પાઉચ (કિ.૫૬,૧૮૦) તથા 'NAYANDEEP PURE GHEE ના કુલ ૧૨ ટીન (૧૭૯ KG) કિ.૧,૦૭,૪૦૦ જથ્થો મળીને કુલ અંદાજિત ૨૮૫ kg ઘીનો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કરેલ. જેની કુલ કિ.રૂ.૧,૬૩,૫૮૦ ની થવા જાય છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.