લુણાવાડા પોલીસે ચોરાયેલી રિક્ષા સાથે ચોર ઇસમને ઝડપી પાડી કરી કાર્યવાહી - At This Time

લુણાવાડા પોલીસે ચોરાયેલી રિક્ષા સાથે ચોર ઇસમને ઝડપી પાડી કરી કાર્યવાહી


લુણાવાડા પોલીસ મથકમાં મિલ્કત સબંધીત નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવા માટે આપવામાં આવેલ સુચના આધારે પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટીમો બનાવી સતત નેત્રંગ કમાન્ડ કંટ્રોલ ની ટેકનિકલ મદદ મેળવી તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમ્યાન એક ઈસમ રીક્ષાના આગળના ભાગેથી તોડી નાખેલ નંબર પ્લેટ વારી રીક્ષા આવતા તેને ઉભો રાખી રિક્ષાના કાગળ બાબતે પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેમાં તેની પાસે રહેલ રીક્ષા લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનુ જણાતા રિક્ષાની ચોરી અંગેની પણ આ ઈસમે કબૂલાત કરી લેતાં આરોપી નટવરસિંહ છત્રસિંહ ઝાલા રહે.સાલિયાવાડી તા. બાલાશિનોર વાળાની ધરપ કડ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.