ચીનના 22 જેટ અને પાંચ યુદ્ધ જહાજો તાઇવાનની સરહદમાં ઘૂસ્યા  - At This Time

ચીનના 22 જેટ અને પાંચ યુદ્ધ જહાજો તાઇવાનની સરહદમાં ઘૂસ્યા 


તાઈવાને પણ હુમલાની સ્થિતિમાં જવાબી કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સુન લી-ફેંગે કહ્યું કે ચીનના જહાજો અને વિમાનો પર નજર રાખવા માટે યુદ્ધવિમાન અને યુદ્ધ જહાજોને મિડલ લાઇન પર મોકલવામાં આવ્યા છે.

તાઈપેઈમાં અમેરિકી ધારાશાસ્ત્રીઓના આગમન બાદથી, ચીની સૈન્યએ તાઈવાનને ધમકી આપવા માટે લશ્કરી કવાયત તેજ કરી છે. આ કવાયત દરમિયાન સોમવારથી ગઈકાલ વચ્ચે ચીનના 22 ફાઈટર એરક્રાફ્ટ અને પાંચ યુદ્ધ જહાજોએ તાઈવાનની સરહદનું ઉલ્લંઘન કર્યું છે.

તાઈવાન ટાઈમ્સે રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય (MND)ને ટાંકીને કહ્યું કે, આ PLA લડવૈયાઓ અને જહાજોએ ચીન અને તાઈવાન વચ્ચેની મધ્યરેખાને પાર કરી હતી. અગાઉ, યુએસના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાનની મુલાકાત દરમિયાન, ચીને 100 થી વધુ જેટ અને 22 યુદ્ધ જહાજો સાથે આ ક્ષેત્રમાં લગભગ એક અઠવાડિયા લાંબી સૈન્ય કવાયત હાથ ધરી હતી.

ચીનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રાલય અને PLA વારંવાર આવી મુલાકાતો સામે અમેરિકાને ધમકી આપી રહ્યા છે. તાઈવાનના મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વિમાનોમાં ચાર સુખોઈ એસયુ-30 ફાઈટર, ત્રણ શેનયાંગ જે-11 જેટ ફાઈટર, બે શેનયાંગ જે-16 જેટ ફાઈટર અને એક શાનક્સી વાય-8 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સામેલ છે.

તાઈવાને પણ કસરત શરૂ કરી

તાઈવાને પણ હુમલાની સ્થિતિમાં જવાબી કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. તાઇવાનના દળોએ બુધવારે દક્ષિણપૂર્વીય કાઉન્ટી 'હુઇલિયન'માં લશ્કરી કવાયત હાથ ધરી હતી. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સન લી-ફેંગે જણાવ્યું હતું કે તેઓએ ચીની જહાજો અને વિમાનો પર નજર રાખવા માટે લડાયક સર્વેલન્સ એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજોને મિડલ લાઇન પર મોકલ્યા છે.

તાઈવાનની સેનાએ તાઈવાનની ખાડીની મધ્યરેખાને પાર કરી રહેલા ચીનના પાંચ વિમાનોને અટકાવ્યા. ચીનની દરેક હિલચાલ પર નજર રાખવા માટે એર પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને જહાજો સતત તૈનાત છે. આ સાથે દરિયાકિનારા આધારિત મિસાઈલ સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.