ધંધુકા નગરપાલિકા દ્વારા શહેરના તમામ બોર્ડની અંદર "શ્રમદાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

ધંધુકા નગરપાલિકા દ્વારા શહેરના તમામ બોર્ડની અંદર “શ્રમદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


ધંધુકા નગરપાલિકા દ્વારા શહેરના તમામ બોર્ડની અંદર "શ્રમદાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત મિશન અનુસંધાને તા. ૨ જી ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતિ નિમિતે પક્ષના તમામ કાર્યકર્તા ઓ ને સમગ્ર ભારતમાં ૧ ઓક્ટોબર ના રોજ ૧ "શ્રમદાન" કરવાનો સંકલ્પ આપેલ છે જેના અનુસંધાને અમદાવાદ જીલ્લા ના ધંધુકા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા લીગ ૨.૦” અને સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણીના ભાગ રૂપે તેમજ ૨ જી ઓકટોબર શ્રી મહાત્મા ગાંધીજી જન્મ જયંતી ના દિવસે સ્વચ્છતાંજલી અર્પણ કરવા ધંધુકા નગરપાલિકા ના કુલ ૭ વોર્ડમાં દરેક વોર્ડ દીઠ ૨-૨ સ્થળો પર “શ્રમદાન” કરવાનું આયોજન કરેલ જેમાં તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રસિંહ ચુડાસમા, શહેર પ્રમુખ રમેશભાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી હર્ષદભાઈ ચાવડા , પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ભદુભાઈ અગ્રાવત, ચીફ ઓફિસર સાહેબશ્રી બ્રિજરાજસિંહ વાળા, ધંધુકા વેપારી મહામંડળ માંથી અમલભાઈ ગાંધી , તેમજ પૂર્વ ચૂંટાયેલા સદસ્યો અને ઉપ પ્રમુખ સાથે નગપાલિકા કર્મચારીશ્રીઓ તેમજ પુનીત નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, શ્રી કિકાણી કોલેજ ધંધુકામાંથી શ્રી સુનીલકુમાર ભોય અને NSS Unit, સખી મંડળ બહેનો તેમજ આવાસ યોજના ના લાભાર્થીઓ અને નગરપાલિકા સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને કુલ ૧૪ સ્થળો પર શ્રમદાન કરી કાર્યકમ પરિપૂર્ણ કરેલ.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.