જસદણના ચિતલીયા રોડ ઉપર ગોવિંદ નગરમાં લાઇવ મેચ ઉપર સટ્ટો રમતા 4 વ્યક્તિ ઉપર પોલીસ ફરીયાદ - At This Time

જસદણના ચિતલીયા રોડ ઉપર ગોવિંદ નગરમાં લાઇવ મેચ ઉપર સટ્ટો રમતા 4 વ્યક્તિ ઉપર પોલીસ ફરીયાદ


જસદણ પોલીસને માહિતી મળતા ચિતલીયા રોડ ઉપર ગોવિંદ નગર જસદણના રહેવાસી જીતેન્દ્રભાઈ મનજીભાઈ કાપડિયા જેવો પોતાના મકાનમાં ટીવી પર ક્રિકેટ લાઇવ મેચ જોઈને ક્રિકેટ મેચ રન ઓવર વિકેટ ઉપર આર્થિક ફાયદા માટે જુગારનો અખાડો ચલાવે છે જે માહિતી મળતા જસદણ પોલીસે રેડ દરમિયાન દરવાજા પાસે સીડી ઉપર બીજા માળે સોફા ઉપર ઇન્ડિયન પ્રીમિયર લીગ 20 - 20 સિરીઝની DC - VS CSK ( દિલ્હી કેપિટલ્સ Vs ચેન્નાઇ સુપર કિંગ્સ) નો લાઇવ મેચ ચાલુ હતો ત્યારે રેઇડ દરમિયાન કાળા કલરનું હેરિયર કંપનીનું 32 ઇંચ નું ટીવી તેમજ airtel કંપનીનું સેટઅપ airtel કંપનીનો ટેલિવિઝન સેટઅપ બોક્સ અને કળા કલરનું સેટઅપ બોક્સ ચાર્જર ત્રણ કેબલ સહિતનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને આ સટ્ટામાં જીતેન્દ્ર મનજીભાઈ કાપડિયા જસદણ અને મુન્નાભાઈ સુરત થી કુણાલભાઈ લોદરીયા જસદણ અને કૌશિકભાઈ સુરત થી જેવો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને જસદણ પોલીસે ની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મુન્નાભાઈ તથા કુણાલભાઈ લોદરીયા તેમજ કૌશિકભાઈ સુરતને ધરપકડ બાકી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.