જસદણમાં ગાંધી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું સમાપન - At This Time

જસદણમાં ગાંધી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું સમાપન


જસદણમાં હસમુખરાય કેશવલાલ ગાંધી તથા ગાંધી પરિવારના આગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાત દિવસ દરમ્યાન ભાગવત માહાત્મ્ય, પરમાત્માના અવતારોની અવતરણ કથાઓ, વામન ભગવાન જન્મ, નળસિંહ ભગવાન જન્મ. રામ જન્મ, કળષ્ણ જન્મ નંદ મહોત્સવ, ગિરિરાજ પૂજા. અન્નકૂટ. કળષ્ણ બાળ લીલા, રૂક્ષ્મણી વિવાહ. સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ વગેરે કથાઓનું રસપાન ભાવિક ભક્તો પરિવારજનો, મહેમાનોએ કરેલ હતું. આ કથાના વ્યાસાસને શાણી ભાવિનભાઈ દતુભાઈ શુક્લ (જસદણ વાળા) બિરાજી પોતાની મધુર વાણી દ્વારા ભાગવત કથામળતનું પાન કરાવી શ્રોતાવળંદને ભાવમાં નિમગ્ન કરેલ હતા.

જસદણ શ્રીનાથજી હવેલીના મુખ્યાજી ધનશ્યામભાઈ જોશી, રામજી મંદિરના મહંતશ્રી સુખદેવદાસજી તથા વાજસુરેશ્વર મંદિરના મહંત શ્રી જગાબાપુ કથામાં પધારી શોભામાં અભિવળદ્ધિ કરેલ હતી. કથા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં લોકો માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.