ઝુંડાલ બ્રિજ નીચે બે જીગરજાન મિત્રોના અકસ્માતમાં મોત - At This Time

ઝુંડાલ બ્રિજ નીચે બે જીગરજાન મિત્રોના અકસ્માતમાં મોત


ગાંધીનગરના ઝૂંડાલ બ્રિજ નીચે અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી માતેલા સાંઢની માફક એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર ત્રણ મિત્રો પૈકી બે યુવાનોનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.