ધંધુકામાં શ્રી કોઠાવાળા હનુમાનજી મહારાજ ની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી - At This Time

ધંધુકામાં શ્રી કોઠાવાળા હનુમાનજી મહારાજ ની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી


ધંધુકામાં શ્રી કોઠાવાળા હનુમાનજી મહારાજ ની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં શ્રી કોઠાવાળા હનુમાનજી મહારાજ ની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોઠાવાળા હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ

જેમાં કોઠાવાળા હનુમાન મંદિરે દિવ્ય ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ તથા ૧૦૮ યજમાનો દ્વારા દિવ્ય મારૂતિ યજ્ઞ તથા ૧૦૮ ફૂટની ગદા ના દર્શન, આરતી મહાપૂજા, ૧૦૮ ધજા પૂજન, ૧૦૮ ભોગનો અન્નકૂટ, ૧૦૮ દિવાની આરતી, ૧૦૮ દીવાની દીપમાળા, સમૂહ આરતી તથા ટાવર ચોક ખાતે ગણપતિ મંદિરે બટુક ભોજન સહિતના કાર્યક્રમનું આયોજકો દ્વારા સફળ આયોજન કરાવ્યું હતું. ધંધુકા કોઠાવાળા હનુમાનજી મહારાજ
દ્વારા શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે મંગળા આરતી, પ્રભાત ફેરી, મારુતિ યજ્ઞ અન્નકૂટ ઉત્સવ આરતી, યુવા સમુહ હનુમાન ચાલીસા, આરતી સહિતના કાર્યક્રમો વિશાળ સંખ્યામાં સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. શહેર અને પંથકના તમામ હનુમાનજી મંદિરો રામજી મંદિરોમાં શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકાના કોઠાવાળા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિને લઈ ભવ્ય અને દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અહીં હનુમાન જયંતિને લઈ ૧૦૮ ફૂટની વિશાળ ગદા તૈયાર કરવામાં આવી હતી. આ ગદા નુ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ ૧૦૮ હનુમાન ચાલીસાના સમૂહ પાઠનું આયોજન કરાયું હતું જેમાં હજારો લોકો એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા કોઠાવાળા હનુમાન જયંતિની ઉજવણી મોટી સંખ્યામાં ઉત્સવને લઈ સેવકો તૈયારીઓ કરવામાં આવી હતી અહીં ૧૦૮ ફૂટની વિશાળ ગદા, ૧૦૮ યજમાનો દ્વારા મારુતિ યજ્ઞ, ૧૦૮ ઈંચની ધજાનું પૂજન, ૧૦૮ ભોગનો અન્નકૂટ, ૧૦૮ દીવડાની આરતી, ૧૦૮ દીવડાની દીપમાળ, ૧૦૮ હનુમાન ચાલીસાનું અખંડ સમૂહ ગાન મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.