રાણપુર તાલુકાનાં બગડ ગામના યુવક ઉપર હુમલો કરનાર પિતા તથા 2 પુત્ર ઝડપાયા - At This Time

રાણપુર તાલુકાનાં બગડ ગામના યુવક ઉપર હુમલો કરનાર પિતા તથા 2 પુત્ર ઝડપાયા


યુવક ઉપર હુમલો કરનાર પિતા તથા 2 પુત્ર ઝડપાયા

રાણપુર તાલુકાનાં બગડ ગામના 1 શખસ ઉપર 2 દિવસ પહેલા હત્યાના ગુનામાં પંચમાં રહેલાની દાઝ રાખી 7 જેટલા શખસોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલા જીવલેણ હુમલાના 3 ઓરોપીને પોલીસે ગણતરીના કલાકોમા ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા રાજેશભાઈ કેશવભાઈ મકવાણા (અનુ.જાતિ) છુટક મજુરી કામ કરે છે. ત્યારે રાજેશભાઈ તારીખ 06-09-2023એ પોતાનું બાઇક લઈ બપોરના 2 વાગ્યાની આસપાસ દીકરાના કપડાં લેવા માટે બોટાદ ગયા હતા. કપડાની ખરીદી કરી બગડ તરફ પરત આવતા સાંજના 5 વાગ્યાની આસપાસ બગડ જવાના રસ્તા પર આવેલી અક્ષરવાડી પાસે પહોંચતા તે સમયે બગડ તરફથી 1 કાર આવી બાઇક સામે ઉભી રાખી હતી.

કારમાં બગડ ગામના ધીરૂભાઈ શાંતિભાઈ ખાચર તેમના દીકરાઓ હરેશભાઈ ખાચર, કિશોરભાઈ ખાચર, રઘુભાઈ ખાચર તેમજ આ સમયે ખસ ગામ તરફથી અન્ય 1 કાર આવી હતી. જેમાથી 3 શખસ લોખંડની પાઈપ, ફરશી સહિતના હથિયારો સાથે ઉત્તરી રાજેશભાઈ ઉપર જીવલેણ હુમલો કરી તમામ નાશી છુટ્યા હતા. ઈજાગ્રસ્ત રાજેશભાઈ મકવાણાને સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં રાણપુર પીએસઆઈ એસ.જી. સરવૈયા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.