જુગાર ના બે દરોડા:લાખના બંગલાવાળા રોડ પર જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા - At This Time

જુગાર ના બે દરોડા:લાખના બંગલાવાળા રોડ પર જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા


શહેરના લાખના બંગલાવાળા રોડ પર અને ગીતાનગર મેઇન રોડ પર જાહેરમાં પતા ટીંચતા આઠ શખ્સોને પોલીસે દબોચી રૂા. 17 હજારની રોકડ કબ્જે કરી હતી. દરોડાની વિગત અનુસાર માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.મહેશ્ર્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અજય વિકમા અને કોન્સ્ટેબલ અંકિત નિમાવતને મળેલ ચોકકસ બાતમીના આધારે ગીતાનગર મેઇન રોડ પર જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા પિયુષ નરોતમ દતા (ઉ.વ.3પ) (રહે. ગીતાનગર મેઇન રોડ) વિજય પરસોતમ આહુજા (ઉ.વ.4પ) (રહે. ઝુલેલાલનગર શેરી નં.ર), કિશોર અસખીમલ કુકરેજા (ઉ.વ.60), (રહે. જંકશન પ્લોટ શેરી નં. 1ર) અને જય ખેલદાસ રામવાણી (ઉ.વ.૩પ) (રહે. પરસાણાનગર શેરી નં.4)ને દબોચી રૂા. ૧૩૦૦૦ની રોકડ કબ્જે કરી હતી.
જયારે બીજા દરોડામાં લાખના બંગલાવાળો રોડ પર કનૈયા પાન પાસે જાહેરમાં પતા ટીંચતા નારણ ધીરૂગર (રહે. બંસીધર પાર્ક શેરી નં.1) રાજદીપ કાના જીલટીયા (રહે. ગાંધીગ્રામ શેરી નં.1) અશ્ર્વિન અમરસી સોલંકી (રહે. રૈયાધાર, રામાપીર ચોક પાસે) અને રમેશ પરસોતમ નાગર (રહે. ધરમનગર આરએમસી કવાર્ટર)ને ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દબોચી રૂા. ૩૯૨૦ની રોકડ કબ્જે કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.