લોકસભા પ્રચાર કાર્યાલયનો શુભારંભ - At This Time

લોકસભા પ્રચાર કાર્યાલયનો શુભારંભ


પ્રાંતિજ અને તલોદમાં લોકસભાનું પ્રચાર કાર્યાલય ઉદ્યોગ પ્રધાને ખુલ્લું મુક્યું; પાંચ લાખની લીડ સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાબરકાંઠાના પ્રાંતિજમાં આજે ઉદ્યોગ પ્રધાનના હસ્તે લોકસભા પ્રચાર કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાંચ લાખની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાબરકાંઠા લોકસભા બેઠકના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા છે. તેમના મતવિસ્તારમાં 2300થી વધુ મતદાન બુથો આવેલા છે. ત્યારે ભાજપના કાર્યકર્તા મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા કામો અને અગામી સમયમાં કરવાના કામોની જાણકારી ઘરે ઘરે પહોંચાડશે. સાથે જ ભાજપના ઉમેદવાર પાંચ લાખની લીડથી જીતશે તેવો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.