પંચમહાલ જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા "ચુનાવ પાઠશાલા" અંતર્ગત જાંબુઘોડામાં વિવિધ સ્થળો પર રેલી યોજી - At This Time

પંચમહાલ જિલ્લા આઈ.સી.ડી.એસ.વિભાગ દ્વારા “ચુનાવ પાઠશાલા” અંતર્ગત જાંબુઘોડામાં વિવિધ સ્થળો પર રેલી યોજી


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪,પંચમહાલ જિલ્લો

ગોધરા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાની સૂચના અન્વયે આઈ.સી.ડી.એસ.વિભાગના પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી રમીલાબેન ચૌધરીની અધ્યક્ષતામાં જાંબુઘોડા તાલુકામાં "ચુનાવ પાઠશાલા"નું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જાંબુઘોડાના વિવિધ સ્થળો પર મતદાન જાગૃતિ માટે લોકોને પ્રોત્સાહિત કરવા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરીથી શરૂ કરીને, બેંક ઓફ બરોડા સહિતના રસ્તાઓ પરથી લઈને રણછોડરાયના મંદિર સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલી પૂર્ણ થયે સૌ કોઈએ સાથે મળીને અવશ્ય મતદાન માટે પ્રતિજ્ઞા લીધી હતી.આંગણવાડીની બહેનો દ્વારા રંગોળી બનાવીને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

આ રેલીમાં તાલુકા પંચાયતના કર્મચારીશ્રીઓ,આઈ.સી. ડી.એસ.કચેરીના મુખ્ય સેવિકા બહેનો તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો,સ્વ સહાય જૂથની બહેનો તેમજ અન્ય કર્મચારીશ્રીઓ જોડાયા હતા.મતદાન જાગૃતિને લગતા વિવિધ પોસ્ટર્સ સાથે કર્મચારીઓએ લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.