રાજકોટમાં સીઝનનો ૧૨ ઇંચ વરસાદ પડયો - At This Time

રાજકોટમાં સીઝનનો ૧૨ ઇંચ વરસાદ પડયો


રાજકોટ તા. ૧૧ : શહેરમાં તા. ૧૦ જુલાઇના સવારનાᅠ૭ વાગ્‍યાથી તા.૧૧ સવારના ૭ વાગ્‍યા સુધી શહેરમાં સરેરાશ વરસાદ ૨૪.૭મી.મી. (૦.૯૭ ઇંચ) જેટલો નોંધાયેલ છે. તેમજ હાલની સિઝનનો કુલ વરસાદ ૩૦૨. મી.મી. (૧૧.૯૧ ઇંચ) જેટલો નોંધાયેલ છે.

શહેરના જુદા જુદા ઝોનમા ગઇકાલથી આજે તા. ૧૧ સવારના ૭ વાગ્‍યા સુધીમાં ઇસ્‍ટ ઝોનમાં ૨૧.૧ મીમી કુલ ૨૩૧ મીમી, વેસ્‍ટ ઝોનમાં ૨૮ મીમી કુલ ૩૩૫ મીમી, સેન્‍ટ્રલ ઝોનમાં ૨૫ મીમી તથા કુલ ૩૪૨ મીમી તેમજ સરેરાશ વરસાદ ૨૪.૭ (૧ ઇંચ) તથા ૩૦૨ (૧૧.૯૧ ઇંચ) વરસાદ નોંધાયો છે.
ચાલુ વરસાદના સમયે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્‍તારમા ત્‍વરીત કામગીરી કરી સમયસર પાણીનો નિકાલની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ નાગરીકોની સલામતિ માટે ૪ (ચાર) અન્‍ડરપાસ (૧) લક્ષ્મીનગર અન્‍ડરપાસ (૨) મહિલા કોલેજ ᅠઅન્‍ડરપાસ (૩) રેલનગર અન્‍ડરપાસ (૪) આમ્રપાલી અન્‍ડરપાસᅠસંપુર્ણ રીતે કાર્યરત છે. તેમજ વાહન વ્‍યવહાર પણ ચાલું છે.
ચાલુ વરસાદ સમયે તંત્ર દ્વારા વેસ્‍ટઝોનમાં પરશુરામ પાર્ક,ઘંટેશવર-રામાપીરના ઢાળીયે, નાગેશ્વર વિસ્‍તાર,ᅠબી.એ.ડાંગર કોલેજ પાછળ,ᅠરત્‍નમ સ્‍કાયસીટી ગ્રીનલીફ પાસે, દ્વારકેશ પર્ક થી સોપાન હીલ રોડ,ᅠઆલાપ્‍ગ્રીન પાસે, રૈયાધાર રોડ,ᅠસર્વિસ રોડ કાલાવડ રોડ ઉત્‍સવ પાર્ટીપ્‍લોટ પાસે,ᅠરામધામ મેઇનરોડ, સાકેત પાર્કᅠ,ᅠરૈયા ટેલીફોન એક્‍સ.રોડ, સોપાન એલીગંસ,પારીજાત રેસીડન્‍સી રોડ ટોપલેન્‍ડ રેસીડન્‍સી રોડᅠ,ᅠરાવલનગર-૫, અમૃતા સો.રોડ,રોયલ પાર્ક જેકે. ચોક, યુનિવર્સીટી રોડ,કે.કે.વી. વાગડ ચોકડી, સિલ્‍વર ગોલ્‍ડ રોડ,ᅠવસંત વાટિકા, વાવડી, ગોકુલધામ રોડ,ᅠરસુલપરા વગેરે આ તમામ એરિયામાં છેલ્લા બે દિવસમાં કુલ-૧૭૨૮ ચો.મી. એરિયામાં મોરમ/મેટલ પેચ છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ છે. ᅠᅠ
વરસાદી પાણી નિકાલ ઇસ્‍ટ ઝોનમાં રીધીસિધી નુ નાલુ ઉતર દક્ષિણ બાજુᅠ,ᅠડ્રીમ લેન્‍ડ ચોક્‍ડી,ᅠસોલ્‍વન્‍ટ એરિયા,ᅠસ્‍વાતિ મેઇન રોડ,ᅠદુધ સાગર રોડ વગેરેમાં પાણીનો નિકાલ કરી રોડ સેટલમેન્‍ટ આશરે કુલ ૪૬૦૦ ચો.મી.માં છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.