તારા લીધે જ મારા ભાઈની સગાઈ તૂટી છે કહીં ફડાકા ઝીંકી મહેશે ધમકી આપતાં યુવતીએ આપઘાત કરી લીધો તો - At This Time

તારા લીધે જ મારા ભાઈની સગાઈ તૂટી છે કહીં ફડાકા ઝીંકી મહેશે ધમકી આપતાં યુવતીએ આપઘાત કરી લીધો તો


સંતકબીર રોડ પર રહેતી એક યુવતીએ દસ દિવસ પહેલાં આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. યુવતીના મિત્ર સંદીપ પઢીયારના ભાઈ મહેશે તેના ઘરમાં ઘુસી યુવતીને તારા લીધે જ મારા ભાઈની સગાઈ તૂટી છે તેમ કહી ફડાકા ઝીંકી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ બી. ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે બંને આરોપીનો ધરપકડ કરી હતી.
બનાવ અંગે સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતાં સીધ્ધરાજસિંહ ભગવાનજીભાઇ સોલંકી (ઉ.વ.55) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ પઢીયાર અને મહેશ ઉર્ફે મનીષ પઢીયારનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ લેથના કારખાનામા અને તેમના પત્ની નીર્મળાબા માર્કેટયાર્ડમા મજુરી કામ કરે છે. તેઓને સંતાનમા ત્રણ દીકરી છે. જેમા સૌથી નાની ઉર્વી (નામ બદલાવેલ છે) હતી.
વધુમાં ઉમેર્યું કે, ગઇ તા.29/09/2023 ના રોજ હું રાત્રીના મારા ઘરે આવેલ ત્યારે મારી પત્નીએ મને કહેલ કે, આજે બપોરે હું યાર્ડમાં કામ ઉપર હતી ત્યારે દેરાણીનો ફોન આવેલ અને કહેલ કે, બપોરના સમયે તમારા ઘરમા કોઇ ઝગડતુ હોઇ તેવો અવાજ આવતો હતો. જેથી હું ત્યા ગયેલ અને દરવાજો ખખડાવતા દરવાજો કોઈએ ખોલેલ નહી, બાદ થોડીવારમાં પાછળના દરવાજાથી કોઇને બહાર નીકળતા જોયેલ અને શેરીમાં દિયર બેઠા હતાં. તેને આ વ્યક્તીને 9207 નંબરના એક્સેસમા જતો જોયેલ તેવી વાત કરેલ છે.
જે બાદ ફરિયાદી સાંજે ઘરે આવેલ અને દીકરીને મળેલ તો તેના જમણા ગાલે આંખની નીચેના ભાગે મુંઢ ઇજા થયેલ હતી. જેથી ઇજા બાબતે અને ઘરે આવેલ વ્યક્તી કોણ હતો તે બાબતે પુછતા પુત્રી અમોને કોઇ જાતનો જવાબ આપેલ નહી અને કહેલ કે હું કોઇને ઓળખતી નથી. ત્યારબાદ મારો મોબાઇલ ફોનમાં ઇન્સટાગ્રામમા ચેક કરતા તેમા સંદીપ પઢીયાર નામના છોકરાનો ફોટો હતો અને તેના ફોટામા હેપી બર્થ ડે મારી જાન તેવી પોસ્ટ મુકેલ હતી. મારા ફોનમાં ઇન્સટાગ્રામ મારી દીકરી વાપરતી હતી. જેથી સંદીપ પઢીયાર નામનો છોકરો કોણ છે પુછેલ તો તેને કોઈ જવાબ આપેલ ન હતો.
ત્યાર બાદ ગઇ તા.01/10/2023 ના હું કામથી વાવડી ગામ ગયેલ હતો ત્યારે મારી પત્નીનો ફોન આવેલ અને મને કહેલ કે, આપળી દિકરી ઉર્વીને ઉલ્ટી થાય છે તમે જલ્દીથી ઘરે આવો જેથી હું ઘરે આવેલ અને મારી પત્નીએ મને કહેલ કે, તે ભાનમાં હતી ત્યારે કહેતી હતી કે, ગઇ તા.29 ના બપોરના હું ઘરે એકલી હતી ત્યારે ઘરે સંદીપનો મોટોભાઇ મહેશ ઉર્ફે મનીષ આવેલ હતો અને તેને મને કહેલ કે, અગાઉ પણ તારા લીધે મારા ભાઇ સંદીપની સગાઇ તુટી ગયેલ છે અને હવે તેની ફરીથી બીજે સગાઇ થવાની છે.
જેથી તુ મારા ભાઇને મુકી દે નહીતર હું તને જાનથી મારી નાખીશ તેમ કહી ફડાકા મારી દિધેલ જેથી આખ પાસે સોજો આવી ગયેલ હતો. તેમજ ફોનમા જે ફોટા-વીડીયો છે તે હું વાયરલ કરી સમાજમા તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપેલ જેથી મારે હવે જીવવુ નથી આટલુ કહી બેભાન થઇ ગયેલ હતી. બાદમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કરી હતી. બાદમાં પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહની ફોરેન્સિક પીએમ કરાવેલ હતું.
ત્યારબાદ ઘરના સભ્યો દ્રારા ઘરની આજુબાજુના સી.સી.ટી.વી કેમેરા ચેક કરેલ જેમા બનાવના દીવસે અમારા ઘરમાથી જે વ્યક્તી બહાર જતો હતો તે મહેશ ઉર્ફે મનીષ પઢીયાર હતો અને મારા ફોનમાં રહેલ ઇન્સટાગ્રામ ચેક કરતા જે મારી દીકરી . તેમજ સંદીપ પઢીયારનું ઇન્સટા આઇ.ડી. sandip / 37 હતુ. અને મહેશ ઉર્ફે મનીષનું આઇ.ડી. maniyo Rajput ના નામનુ હતુ. જેમા તેઓ એકબીજાના ફ્રેન્ડ અને ચેટ કરતા હતા.
જેથી સંદીપ પઢીયાર તથા મહેશ ઉર્ફે મનીષ પઢીયાર અને મારી પુત્રી એકબીજાના મીત્ર હોઇ અને સંદીપ પઢીયારની સગાઇ અગાઉ એક વખત તુટી ગયેલ હોઇ અને તેની સગાઇની બીજી જગ્યાએ વાત ચાલુ હોઇ જેથી આ બાબતે મહેશ ઉર્ફે મનીષ પઢીયાર અમારી ગેરહાજરીમાં ઘરે આવી ધારાબાને જાનથી મારી નાખીશ તેમ કહી ફડાકા ઝીંકી ગર્ભીત ધમકી આપતાં તેનું લાગી આવતા મારી પુત્રીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગેની ફરિયાદ પરથી બી.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ અને ટીમે આરોપી સંદીપ રાજેશ પઢીયાર અને મહેશ ઉર્ફે મનીષ રાજેશ પઢીયાર (રહે. ઓમશાંતિ પાર્ક શેરી નં.6/1 ના ખૂણો, સેટેલાઇટ ચોક) બંધુને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સંતકબીર રોડ પર દસ દિવસ પહેલાં એક યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવતી ઉલ્ટી કરવાં લાગતાં તેની માતાએ પૂછતાં યુવતીએ બેભાન થતાં પહેલાં જણાવ્યું હતું કે, ગઇ તા.29 ના બપોરના હું ઘરે એકલી હતી ત્યારે ઘરે સંદીપનો મોટોભાઇ મહેશ ઉર્ફે મનીષ આવેલ હતો અને તેને મને કહેલ કે, અગાઉ પણ તારા લીધે મારા ભાઇ સંદીપની સગાઇ તુટી ગયેલ છે અને હવે તેની ફરીથી બીજે સગાઇ થવાની છે જેથી તુ મારા ભાઇને મુકી દે નહીતર હું તને જાનથી મારી નાખીશ તેમ કહી ફડાકા મારી દિધેલ જેથી આખ પાસે સોજો આવી ગયેલ હતો. તેમજ ફોનમા જે ફોટા-વીડીયો છે તે હું વાયરલ કરી સમાજમા તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપેલ જેથી મારે હવે જીવવુ નથી.
યુવતીને મરવા મજબુર કરનાર સંદિપ પઢીયાર અને તેના ભાઈએ યુવતીને તારા લીધે જ મારા ભાઈની સગાઈ તૂટી હોવાનું અને બીજી સગાઈ થોડાં દિવસોમાં છે તેવી ધમકી આપી મારકુટ કરી હતી. આરોપી સંદીપની બીજી સગાઈ નવરાત્રી બાદ તા. 29 હોવાનું સામે આવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.