વેરાવળ શહેરમાં ધુમ સ્પીડે ચલાવતા વાહન ચાલકો તેમજ અવાજ પ્રદુષણ કરતા ગે.કા. સાયલેન્સર વાળા વાહન ચાલકો તેમજ મોટા હોર્ન વગાડનારા વાહન ચાલકોને કાયદાનુ ભાન કરાવતી વેરાવળ સીટી પોલીસ - At This Time

વેરાવળ શહેરમાં ધુમ સ્પીડે ચલાવતા વાહન ચાલકો તેમજ અવાજ પ્રદુષણ કરતા ગે.કા. સાયલેન્સર વાળા વાહન ચાલકો તેમજ મોટા હોર્ન વગાડનારા વાહન ચાલકોને કાયદાનુ ભાન કરાવતી વેરાવળ સીટી પોલીસ


તા.૨૭/૦૬/૨૦૨૨
*:: વેરાવળ શહેરમાં ધુમ સ્પીડે ચલાવતા વાહન ચાલકો તેમજ અવાજ પ્રદુષણ કરતા ગે.કા. સાયલેન્સર વાળા વાહન ચાલકો તેમજ મોટા હોર્ન વગાડનારા વાહન ચાલકોને કાયદાનુ ભાન કરાવતી વેરાવળ સીટી પોલીસ ::*

💫ગીર સોમનાથ જીલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ* નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં *ધુમ સ્પીડે ચલાવતા વાહન ચાલકો તેમજ અવાજ પ્રદુષણ કરતા ગે.કા. સાયલેન્સર વાળા વાહન ચાલકો તેમજ મોટા હોર્ન વગાડનારા વાહન ચાલકો કે જેઓ જાહેર રસ્તા તથા જાહેર જગ્યાઓ ઉપર જાહેર જનતાને કનડગત થતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદાકિય રીતે કડક કાર્યવાહી કરવા* સખત સુચના આપેલ હોય જે અનુસંધાને
💫વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ *ટ્રાફીક લગત સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ* જે અનુસંધાને *વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પો. સબ ઇન્સ. શ્રી એચ.બી.મુસાર તથા શ્રી એ.કે.ખુમાણ તથા આર.એચ.સુવા તથા વેરાવળ શહેર ટ્રાફીક શાખાના એ.એસ.આઇ. દીનેશભાઇ ગોહેલ તથા ભરતભાઇ રાઠોડ તથા અન્ય સ્ટાફ મળી* વેરાવળ શહેરની જાહેર જગ્યાઓ જેવી કે *ટાવરચોક, ચોપાટી, પાટણ દરવાજા તથા તાલાળા નાકા જેવા ભીડભાડ વાળી જાહેર જગ્યાએ બિન જરૂરી ટ્રાફીક કરતા તેમજ રોંગ સાઇડમાં ચલાવતા તેમજ ધુમ સ્પીડે ચલાવતા વાહન ચાલકો તેમજ અવાજ પ્રદુષણ કરતા ગે.કા. સાયલેન્સર વાળા વાહન ચાલકો તેમજ મોટા હોર્ન વગાડનારા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવી ડ્રાઇવ દરમ્યાન મ્યુજીક મોટા હોર્ન વગાડનારા કુલ-૨૧ વાહનોને કુલ રૂા.૨૧,૦૦૦/- નો સ્થળ દંડ કરવામાં આવેલ છે. તેમજ અવાજ પ્રદુષણ કરતા ગે.કા. સાયલેન્સર વાળા કુલ-૮ વાહનોને એમવીએકટ-૨૦૭ મુજબ ડીટેઇન કરેલ જેઓને આરટીઓ દ્રારા કુલ રૂા.૩૫,૩૦૦/- નો દંડ કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.