મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સથવારે રૂ. 75 હજારની સહાય મેળવી આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરતાં બોટાદનાં ધરતીપુત્ર - At This Time

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સથવારે રૂ. 75 હજારની સહાય મેળવી આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરતાં બોટાદનાં ધરતીપુત્ર


મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સથવારે રૂ. 75 હજારની સહાય મેળવી આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરતાં બોટાદનાં ધરતીપુત્ર

સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના અર્થતંત્રમાં અને વિકાસ પ્રક્રિયામાં કૃષિક્ષેત્રની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઊર્જાવાન નેતૃત્વ હેઠળ ખેડૂત હિતલક્ષી અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારના હૈયે હરહંમેશ ખેડૂતોનું હિત રહ્યું છે. જેને પગલે ખેડૂતોની પડખે ઉભાં રહી સરકારે સદા તેમની મદદ કરવાની તત્પરતા દેખાડી છે. કૃષિલક્ષી યોજનાઓનો લાભ લઇ આજે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને ખુશીઓમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે ખેતરમાં ઉત્પાદિત પાકને સાચવવા માટે ખેડૂતોને સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે, ખેત પેદાશોની ગુણવત્તા પણ જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ કરી શકવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય, જેના પરિણામે ખેતી વધુ નફાકારક બની શકે છે, તે હેતુથી રાજ્યમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલી છે કૃષિક્ષેત્રે આ યોજનાથી લાભાન્વિત થયા છે બોટાદ જિલ્લાનાં ધરતીપુત્ર ખોડીદાસભાઇ ભીમજીભાઇ મોરી ચૌહાણ કે જેમણે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ સરકારશ્રી દ્વારા રૂ. 75 હજારની સહાય મેળવી અને આત્મનિર્ભરતા તરફ આગેકૂચ કરી આ યોજનાનો લાભ મળતાં ખુશી વ્યક્ત કરતાં ખેડૂતશ્રી ખોડીદાસભાઇએ જણાવ્યું હતું કે, સાત પગલાં ખેડૂત કલ્યાણનાં કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેતરમાં ગોડાઉનનાં બાંધકામ માટે મને રૂ. 75 હજારની સહાય મળતાં આજે હું આ ગોડાઉન બનાવી શક્યો છું. હવે હું મારા ખેતરમાં જ પાકનો સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકીશ અને જ્યારે બજારભાવ સારાં હશે ત્યારે વેચાણ કરી વધુ લાભ મેળવી શકીશ. સાથે સાથે પાકને ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવાથી જિવાત, વાવાઝોડાં-વરસાદનો પણ કોઇ ભય નહીં રહે. ખાતર-દવા-બિયારણનાં સંગ્રહ માટે પણ ગોડાઉન ઉપયોગી છે. ઉપરાંત પહેલાં મારે મારાં ખેતરથી પાકને અન્ય સ્થળે લઇ જઇ સાચવવો પડતો ત્યારે પાકને લઇ જવા માટેનો ખર્ચ પણ થતો, પરંતુ હવે ખેતર પર જ ગોડાઉન બનતાં મારો પાક ફેરવવાનો ખર્ચો ઘણો ઘટી જાય છે તેમજ પાકને વધુ ફેરવવો પડતો ન હોવાથી તેની ગુણવત્તા પણ જળવાઇ રહે છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત મારા આ ગોડાઉનમાં અંદાજે 1500થી 2000 મણ ડુંગળીનો સંગ્રહ કરી શકાય છે. આ યોજના ખૂબ ફાયદાકારક છે તેમ જણાવી ખોડીદાસભાઇએ આ યોજનાને કારણે ખેડૂતોની સારી પ્રગતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો મદદનીશ ખેતી નિયામકશ્રી કે.બી. રમણાએ જણાવ્યું કે, વર્ષ 2022-23માં બોટાદ જિલ્લામાં ખેતીવાડી ખાતા દ્વારા આશરે 800 જેટલાં ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ 75,000ની સહાય આપવામાં આવી છે. આ યોજના હેઠળ લાભ મેળવતાં ખેડૂતોને ઘણાં ફાયદા થાય છે. ખેડૂતોને પોતાના ખેતરની ઉપજ કોઇ વાહન દ્વારા ઘર સુધી લઇ જવી પડે છે અને ઘરમાં જ તેનો સંગ્રહ કરવો પડે છે પરંતુ આ ગોડાઉનના કારણે ખેડૂતોનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ તો બચશે જ સાથોસાથ રહેણાંકનાં સ્થળે પાક રાખવાથી જે અગવડતા પડે છે તે હવે નહીં વેઠવી પડે. ઉપરાંત કુદરતી આફતો સમયે પણ આ ગોડાઉન ઉપજ માટે સુરક્ષિત સ્થાન બની રહેશે. ખેડૂત ચોમાસામાં પોતાના ખેતઓજારો પણ આ ગોડાઉનમાં રાખી શકશે, જેથી સાધનોને કાટ ન લાગે જેથી સાધનોની ડ્યુરેબલીટી વધશે તેમજ ખેડૂતોને આર્થિક લાભ થશે. ઉપરાંત ખેડૂતો પોતાની ઉપજમાં મૂલ્યવર્ધન કરવું હોય તો આ ગોડાઉન ખૂબ ઉપયોગી બનશે, અહીં ખેડૂતો ઉપજમાં મૂલ્યવર્ધન કરી તેનું પેકીંગ કરી શકાશે. આ યોજના ખેડૂતની સુખાકારીમાં વધારો કરનારી બોટાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે આત્મનિર્ભરતાનું સોપાન બની રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.