માળીયાહાટીના ની શ્રી વડીયા પ્રાથમિક શાળામાં RAF Global ( રિઝવાન આડતીયા ફાઉન્ડેશન) દ્વારા વિજ્ઞાન મેળા અને બાળમેળો યોજાણો - At This Time

માળીયાહાટીના ની શ્રી વડીયા પ્રાથમિક શાળામાં RAF Global ( રિઝવાન આડતીયા ફાઉન્ડેશન) દ્વારા વિજ્ઞાન મેળા અને બાળમેળો યોજાણો


આજરોજ માળીયાહાટીના ની શ્રી વડીયા પ્રાથમિક શાળામાં RAF Global ( રિઝવાન આડતીયા ફાઉન્ડેશન) દ્વારા વિજ્ઞાન મેળા અને બાળમેળાનું આયોજન કરવામાં આવેલ આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર,
એગ્રિકલ્ચરમાં ઓર્ગેનિક ખેતી તેમજ વર્મી કંપોસ્ટ ડેમો
બાળકો દ્વારા તૈયાર કરેલ જુદા જુદા વિજ્ઞાન ના પ્રયોગોના સ્ટોલ બનાવી અને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. તેમજ બહેનો દ્વારા પોષણ થાળી તૈયાર કરી હતી તેમાં વિજેતા બહેનોને RAF Global દ્વારા ઇનામ આપી પ્રોત્સાહન આપવા આવ્યું હતું.જેમાં તાલુકાના અધિકારીશ્રીઓ અને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ S M C સભ્યોએ હાજરી આપેલ અને અવલોકન કરવામાં આવ્યું તથા બાળ મેળા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને RAF Global રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા ઇનામ વિતરણ અને જમણવાર આપી પ્રોત્સાહિત કરેલ આ તકે શાળા પરિવાર એસએમસી તથા ગામ લોકોએ RAF Global ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનેલ અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.