આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનો રાજ્ય ભર માં જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ જી . આર . ની હોળી કરી ને વિરોધ. - At This Time

આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનો રાજ્ય ભર માં જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ જી . આર . ની હોળી કરી ને વિરોધ.


પગાર વધારાના ઠરાવને મફત ની રેવડી ગણી મહિલા શક્તિ સેના નાં માધ્યમ થી રાજ્ય ભર ની તમામ આશાવર્કરો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ની હડતાળ અને પ્રચંડ વિરોધ યથાવતરાજ્યભરમાં પોતાની માંગણીઓને લઈને કર્મચારીઓના આંદોલન ધમધમી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા નજીવો પગાર કે ભથ્થાઓમાં વધારો આપી આંદોલન શાંત કરવા પ્રયાસ કરવામાં આવે છે પરંતુ કર્મચારીઓ એને લોલીપોપ ગણી ફગાવી રહ્યા છે જેમા જુની પેન્શન યોજનાની માગ કરતા કર્મચારીઓ , આરોગ્ય કર્મચારીઓ , આંગણવાડી વર્કરો બાદ આશાવર્કરો અને આશા ફેસીલેટર બહેનો નો પણ ઉમેરો થયો છે . તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરી ફેસિલિટેટરને માત્ર 2000 અને આશાવર્કરોને 2500 રૂપિયા જેટલો મામૂલી પગાર વધારો જાહેર ફરી આંદોલન શાંત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે . સરકારે જાણે ભીખ આપી હોય એવું દેખાઈ રહ્યું છે આ નજીવો વધારો કરતો જી . આર મંજૂર નથી અને એટલે આજે પૂરા આક્રોશ સાથે આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનો રાજ્ય ભર માં જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ જી . આર . ની હોળી કરી ને વિરોધ નોંધાવ્યો હતો . મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકીએ મફત ની રેવડી સમાન ગણાવી આંદોલન ઉગ્ર બનાવવાની તેમજ 2022 ની ચુંટણી માં સરકાર વિરૃધ્ધ મતદાન કરી ને યુવાઓ મહિલાઓ નું શોષણ કરનાર શોષણખોર સરકાર ને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી . આશાવર્કરો અને ફેસિલિટેટર માટે ઇન્સેન્ટિવની નિતી બંધ કરી વર્ષોથી લઘુત્તમ વેતન મુજબનો પગાર આપવા ચંદ્રિકાબેન સોલંકી વર્ષો થી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે લઘુતમ વેતન મુજબ પગારની માગણીની સતત અવગણના કરતા આંદોલન ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે .

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.