બોટાદમાં વીજચોરો સામે તંત્રની લાલ આંખ : બોટાદ જિલ્લામાં પીજીવીસીએલના વ્યાપક દરોડા - At This Time

બોટાદમાં વીજચોરો સામે તંત્રની લાલ આંખ : બોટાદ જિલ્લામાં પીજીવીસીએલના વ્યાપક દરોડા


બોટાદમાં વીજચોરો સામે તંત્રની લાલ આંખ : બોટાદ જિલ્લામાં પીજીવીસીએલના વ્યાપક દરોડા

૧૭ થી ૨૧ જુલાઈ ૨૦૨૩ દરમ્યાન ૧૩૦ જેટલી ટીમો દ્વારા વીજચેકીંગની ડ્રાઇવ હાથ ધરવામાં આવી

બોટાદ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરશ્રીની સીધી દેખરેખ હેઠળ ૧૭ થી ૨૧ જુલાઈ,૨૦૨૩ દરમ્યાન બોટાદ,બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા વિવિધ ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને ૧૩૦ જેટલી ટીમો દ્વારા વીજચેકીંગની ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી આ ડ્રાઇવ દરમિયાન ઘર વપરાશના-૧૨૮૮ વીજ જોડાણો પૈકી ૩૦૮ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા રૂ.૯૫.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવી જ રીતે વાણિજ્ય હેતુના-૧૫૩ વીજ જોડાણો પૈકી ૨૦ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ. ૪ર.૮૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઔધોગિક હેતુના ૨૪ વીજ કનેક્શનો સહિત કુલ ૧૪૪૧ વીજ કનેક્શનો પૈકી ૩૨૮ જેટલા વીજગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી અંદાજે રૂ. ૧૩૮.૧૨ લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અધિક્ષક ઇજનેરનાં જણાવ્યા મુજબ આ ઝુંબેશ શરૂ જ રાખવામાં આવશે. બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજચોરીન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા પી.જી.વી.સી.એલ વર્તુળના અધિક્ષક ઇજનેર,બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.