મેંદરડા:ગ્રામ પંચાયત દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ સ્થળ પર અઢી લાખ કરતા વધુ નો વેરો વસુલ
મેંદરડા:ગ્રામ પંચાયત દ્વારા મિલકત જપ્તી અને સીલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો
ગ્રામ પંચાયત દ્વારા અગાઉ નોટિસો ફટકારવામાં આવેલ હતી
મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા ઘણા લાંબા સમયથી ગ્રામજનો વેપારીઓ સહિતનાઓ ને ગ્રામ પંચાયત દ્વારા વેરો ભરપાઈ કરવા માટે નોટિસો ફટકારવામાં આવેલ હતી જેના અનુસંધાને અનેક લોકોએ વેરો પંચાયત કચેરી ખાતે ભરપાઈ કરેલ હતો
ત્યારબાદ અનેક લોકો દ્વારા વેરો ભરપાઈ નહીં કરતા આશરે ૮૦ થી ૧૦૦ જેટલા મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવેલ હતી છતાં વેરો નહીં ભરાતા આજે જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ તેમજ વેરા વસુલાત ટીમ, સરપંચ જે.ડી. ખાવડુ,મંત્રી પરેશ રાવલ, ટી.ડી.ઓ, વગેરે દ્વારા કડક કાર્ય વાહી કરવા માટે આજે મેંદરડા નગરમાં મિલકત જપ્તી અને સીલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી
આ પ્રક્રિયામાં વેરો નહીં ભરનાર મિલકત ધારકો ની મિલકતો ની જપ્તી લઈ સીલીંગ પ્રક્રિયા કરવામાં આવેલ અને કેટલાક લોકોએ વેરા વસુલાતની અને ગ્રામ પંચાયતની ટીમ ને સ્થળ પર વેરો ભરી આપેલ હતો જેમાં આશરે અઢી લાખ થી વધુ નો વેરો ભરપાઈ થયો હતો
આજ થી શરૂ થતી આ કડક કાર્યવાહી હજુ આગળ પણ કરવામાં આવશે તેમ ગ્રામ પંચાયત મંત્રી પરેશ રાવલે જણાવે હતુ
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
