અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું - At This Time

અરવલ્લીના મહેમાન બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું


જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ ૨,૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે પૈકી 33 જિલ્લામાં સ્થિત ૨,૪૨૨ કામો પ્રગતિમાં છે. જ્યારે ૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવ્યા.ત્યારે આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપવા અરવલ્લી પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્ય કાર્યક્રમ બાદ ધનસુરા ગામના તળાવ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ ક્ષણે ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની રોશની કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આયોજન અનુસાર અમૃત સરોવર થકી પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે તેવો લક્ષ્યાંક છે. જેનાથી ધનસુરા તાલુકાના ગામોને સિંચાઈમાં ફાયદો થશે. આમ, ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના નિર્ધારમાં અમૃત સરોવરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથોસાથ જરૂર પડ્યે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.