બોટાદમાં સૌપ્રથમ વખત આદિમ જૂથનાં સભ્યો લોકશાહીના અવસરમાં બનશે સહભાગી - At This Time

બોટાદમાં સૌપ્રથમ વખત આદિમ જૂથનાં સભ્યો લોકશાહીના અવસરમાં બનશે સહભાગી


બોટાદમાં સૌપ્રથમ વખત આદિમ જૂથનાં સભ્યો લોકશાહીના અવસરમાં બનશે સહભાગી

બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત અનેક કાર્યક્રમોના આયોજન થકી બોટાદવાસીઓને ૧૦૦% મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે,જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર ડૉ.જીન્સી રોયે આ તમામ પરિવારોને રૂબરૂ મળીને જણાવ્યું હતું કે,લોકશાહીનો અવસર એ અનેરો અવસર છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ લોકોએ અવશ્ય મતદાન કરવું જોઇએ. તેમણે બોટાદ જિલ્લામાં રહેતા ૩૩ જેટલા આદિમ જૂથના મતદારોને આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. પાત્રતા ધરાવતા આદિમ જૂથના કોઇ મતદાર નોંધણી માટે બાકી રહી જતા હોય તો તે અંગેની માહિતી જિલ્લા પ્રશાસનના ધ્યાન પર મુકવા જણાવ્યું હતું. કલેક્ટરએ લોકશાહીમાં મતદાન કેમ કરવું જોઇએ તે અંગેની જરૂરી જાણકારી પુરી પાડી હતી. આ આદિમ જુથોના મતદાન થકી બોટાદ જિલ્લામાં ગત ચૂંટણી કરતા વધુ મતદાન થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો,બોટાદના આદિમ જૂથોને લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવાનો અવસર મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી.સાથોસાથ મતદાનની સમગ્ર પ્રક્રિયા વિશે માહિતગાર થતા સંતોષની લાગણી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી.આ અનમોલ અવસર બદલ તેમણે દેશના ચૂંટણી પંચનો તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.