રાજકોટમાં માત્ર ઝાપટાં વરસ્યા, હજુ બે દી’ વરસાદની આગાહી - At This Time

રાજકોટમાં માત્ર ઝાપટાં વરસ્યા, હજુ બે દી’ વરસાદની આગાહી


સૌરાષ્ટ્રમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ ન વરસ્યો

અષાઢી બીજથી રાજકોટમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. ત્યારથી શુક્રવાર સુધી રોજ એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે શનિવારે માત્ર ઝાપટાં જ વરસ્યા હતા. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું હતું પણ મેઘરાજા મનમુકીને વરસ્યા ન હતા. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંય નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. બીજી બાજુ હવામાન વિભાગે હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.