સરા ગામે આજથી નાની બાળાઓ દ્વારા ગૌરીવ્રત ની શરૂઆત - At This Time

સરા ગામે આજથી નાની બાળાઓ દ્વારા ગૌરીવ્રત ની શરૂઆત


*ગૌરીવ્રત પૂજન આજથી નાની બાળાઓ ઉપવાસ થી શરૂઆત*

*મુળી ના સરા ગામે નાની બાળાઓ દ્વારા આજે અષાઢ સુદ ૧૧ થી પાંચ દિવસ સુધી ની શરૂઆત કરવામાં આવી છે જેમાં ગૌરીવ્રત નો અનેરો મહિમા શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે ત્યારે ઉત્સાહ સાથે ઉત્સવ મનાવી રહ્યા છે આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે સતત પાંચ દિવસ સુધી અન્નનો ત્યાગ કરવો અને મીઠા નમક વાળી ચીજો ખાવામાં ઉપયોગ કરવામાં આવતો નથી જ્યારે દરરોજ જવારા લ‌ઈ ને બાળાઓ ગૌરી ની પુજા અર્ચના કરવામાં આવે છે જેમાં આજે સરા ગામે નાની બાળાઓ પુજા અર્ચના કરવા જતી હોય આ દ્રશ્ય જોઈ ખરેખર શિવ અને શક્તિ ની અનુભૂતિ અનુભવાય તેવાં વાતાવરણ સાથે બાળાઓ સુંદર પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળી હતી ખરેખર તો આ ગૌરીવ્રત સારા અને સંસ્કારી સુશીલ જિવનસાથી માટે ની એક અરજ સ્વરૂપે હોય માટે ગૌરીવ્રત નો અનેરો મહિમા છે જે સાથે સાથે વરસાદ નાં આગમન ને વધાવવા માટે પણ હોય તેમ ઉલ્લેખ મળે છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon