અવસર લોકશાહીનો: વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 - At This Time

અવસર લોકશાહીનો: વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022


અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થતો બોટાદ જિલ્લો: શાળાઓમાં સંકલ્પ પત્રોનું વિતરણ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે લોકશાહીના આ અવસરમાં લોકો ભાગીદાર થાય અને મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુસર બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર નિરંતર કાર્યરત છે. ત્યારે નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે બોટાદ જિલ્લાની શાળાઓમાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓ મારફત તેમના વાલીઓ પાસે “અવશ્ય મતદાન કરે” તે બાબતનો સંકલ્પ કરાવી, સંકલ્પ ૫ત્ર ૫ર વાલીની સહી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને સંકલ્પ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આચાર્યો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ મતદાન કરી અને લોકશાહીના આ પર્વમાં ભાગીદાર થાય તે માટે જણાવવામાં આવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.