વિસાવદર પાવરચોરી ના દાવામાં માત્ર દોઢ જ મહિનામાં રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ - At This Time

વિસાવદર પાવરચોરી ના દાવામાં માત્ર દોઢ જ મહિનામાં રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટ


વિસાવદર પાવરચોરી ના દાવામાં માત્ર દોઢ જ મહિનામાં રકમ ભરવા આદેશ કરતી વિસાવદર કોર્ટવિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી.વી.સી. એલ.કંપની ના સબ ડિવિઝન નંબર (૨)ના કાર્યક્ષેત્રમાં આવતા નાની મોણપરી ગામના સુમિત્રબેન વિજયભાઈ ખીમસૂરિયા દ્વારા પોતાના રહેણાંકી મકાને પી.જી.વી.સી.એલ. કંપનીની હળવા દબાણની લાઈનમાં આંકડા મારી પીળા કલરના સર્વિસ વાયરને જોડી પોતાના રહેણાંકી મકાનમાં વીજ વપરાશ કરતા હોય આ બાબતે વીજ ચેકીંગ કરાતા તેઓ પાવરચોરી કરતા પકડાઈ ગયેલા જેથી તેમની સામે પાવરચોરીની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ ત્યારબાદ કંપની તરફથી બિલ મોકલવામાં આવેલ જે પાવરચોરીના વિજબીલની રકમ પ્રતિવાદી દ્વારા વિજકચેરીમાં ભરપાઇ ન કરતા કંપની વતી નાયબ ઈજનેર કમલ અખેણીયા દ્વારા વિસાવદર કોર્ટમાં પી.જી.વી.સી.એલ.ના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા તા.૦૮/૧૧/૨૩ના રોજ દાવો દાખલ કરેલ ત્યારબાદ પણ પ્રતિવાદી ને લોકઅદાલતમાં રકમ ભરવા તથા સમાધાન માટેની તક આપવા છતાં પ્રતિવાદી કોર્ટમાં હાજર રહેલા નહિ.
આ કામમાં ઘણા જ ટૂંકાગાળામાં એટલે કે દોઢ માસ જેટલા સમયમાં તેમની સામેનો દાવો ચાલી જતા વિસાવદર સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા પ્રતિવાદીને દાવાવાળી રકમ તથા તેના ઉપરના ડી.પી.સી.ચાર્જ સહિત ની રકમ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવાનો માત્ર દોઢ મહિના જેવા સમયગાળામાં હુકમ કરતા પાવરચોરી કરી વિજબીલની રકમ વર્ષોસુધી નહિ ચૂકવતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે અને કોર્ટોમાં વર્ષોસુધી કેસ ચાલે તેવી માન્યતા ઉપર પડદો પડી ગયેલ છે.આ કામમાં પી.જી.વી.સી.એલ. કંપની તરફથી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.