આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે ગઢડાના નાગજીપરા વિસ્તારમાં હીરા કામ કરતી બહેનો સાથે યોજાયો સંવાદ કાર્યક્રમ - At This Time

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે ગઢડાના નાગજીપરા વિસ્તારમાં હીરા કામ કરતી બહેનો સાથે યોજાયો સંવાદ કાર્યક્રમ


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે ગઢડાના નાગજીપરા વિસ્તારમાં હીરા કામ કરતી બહેનો સાથે યોજાયો સંવાદ કાર્યક્રમ

બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમના અનુસંધાને ગઢડામાં નાગજીપરા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતી બહેનોને મહિલાલક્ષી કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. આ તકે પી.બી.એસ.સીના કાઉન્સેલર ગોરલબેન દ્વારા તેમની કામગીરી વિશે,તેમજ 181 હેલ્પલાઈન, ઓ.એસ.સી અને સંકટ સખી એપ વિશે મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. શી-ટીમના કોન્સ્ટેબલ માયાબેને શી-ટીમની કામગીરી, 100, 112 અને 1930 હેલ્પલાઇન નંબરની વિશેષતા અંગે માહિતી આપી હતી, જ્યારે મહિલા કલ્યાણ કેન્દ્રના ફાલ્ગુનીબેન દ્વારા મહિલા બાળ વિભાગની વિવિધ યોજના અને વિશ્વકર્મા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી,બોટાદ જિલ્લાના મહિલા બાળ અધિકારી આઈ આઈ મન્સુરી, દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે તેમજ ગઢડા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી મયુરધ્વજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગઢડામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના થકી કિશોરીઓ અને મહિલાઓને સર્વાંગી રીતે જાગૃત કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.