બોટાદની સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યુવાને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર દિવાલ સાથે અથડાઈ - At This Time

બોટાદની સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યુવાને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર દિવાલ સાથે અથડાઈ


બોટાદ શહેરમાં આવેલી સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તારીખ 4 2 2024 ના રોજ રાત્રિના સમયે બે યુવાન કાર શીખતા હતા તેમાં કા ચલાવતા યુવાને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી જ સામે આવેલી દીવાલ સાથે અથડાઈ હતી અને કાર રસ્તા પર આવી ગઈ હતી બોટાદ શહેરમાં આવેલી સરકારી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ આવેલું છે બરોબર તેની પાછળની સાઈડમાં બોટાદ થી સાળંગપુર જવાનો તેમજ શહેરમાંથી શહેરના અન્ય વિસ્તારોમાં જવાનો અંડર બ્રિજનો મુખ્ય રસ્તો આવેલો છે તેથી જ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે પરંતુ જ્યારે ફોર વ્હીલર કાર હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી દિવાલ સાથે અથડાઈ હતી અને કાર બહાર રસ્તા પર આવી હતી ત્યારે સદનસીબે રસ્તા પરથી કોઈ વાહન પ્રસાર થયું ન હતું જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.