દામનગર સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રી અક્ષીતા નારોલા ને ડોકટર MBBS ની પદવી એનાયત - At This Time

દામનગર સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રી અક્ષીતા નારોલા ને ડોકટર MBBS ની પદવી એનાયત


દામનગર સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રી અક્ષીતા નારોલા ને ડોકટર MBBS ની પદવી એનાયત
દામનગર ના સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રી ની અસાધારણ સિદ્ધિ આંબાભાઈ પોપટભાઈ નારોલા ની પૌત્રી અક્ષીતા નારોલા ને MBBS ની પદવીદાન સમારોહ માં ડિન ના હસ્તે પદવી એનાયત પિતા મુકેશભાઈ સામાન્ય શ્રમજીવી તરીકે ખેતી કામ કરે છે અક્ષીતા ના બાપુજી યાને પિતા ના મોટાભાઈ મહેશભાઈ પહેલે ઉચ્ચ કેળવણી મેળવી છે તેવો ઉચ્ચ કેળવણી ના હિમાયતી છે અને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે એટલે પરિવાર ના દરેક સંતાનો ઉચ્ચ શિક્ષણ સારી રીતે મેળવી તે માટે સારી શેક્ષણિક સંસ્થા તેની વ્યવસ્થા ની બારીકાય થી જાણકારી મેળવી એડમિશન રહેવા જમવા ની સુવિધા અંગે ખૂબ સતર્ક રહી આયોજન કરે છે બંને ભાઈ ના કુલ પાંચ સંતાનો માં બે દીકરી ઓને તબીબ શિક્ષણ એક પુત્ર બ્રિજેશ નારોલા ઈજનેર છે અને એક પુત્ર અને પુત્રી ઉચ્ચ અભ્યાસ કરે છે તા.૨૫/૦૨/૨૪ ના રોજ ભાવનગર ની સરકારી મેડિકલ કોલેજ દ્વારા ડો MBBS ની ૨૦૧૮ ની બેન્ચ ના ડો અક્ષીતા મુકેશભાઈ નારોલા ને પદવીદાન કરાયું હતું ભાવનગર જિલ્લા ના આર કે ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ પદવીદાન સમારોહ માં ડો અક્ષીતા નારોલા ના સમગ્ર પરિવારે હાજરી આપી ખુશી વ્યક્ત કરી હતી દાદી સાકરબા દાદા આંબાભાઈ નારોલા પિતા મુકેશભાઈ સહિત સમગ્ર પરિવારે હાજરી આપી હતી એક સામાન્ય ખેડૂત શ્રમજીવી તરીકે અપાર મહેનત કરી પરિવાર ના દરેક સંતાન ને ઉચ્ચ કેળવણી સુધી અભ્યાસ કરાવી સુંદર સદેશ આપ્યો હતો શિક્ષિત બનો દીક્ષિત બનો ની શીખ આપતા નારોલા પરિવારે અલ્પ આવક માં પણ ઉત્તમ કેળવણી આપી સંતાનો નું ભવિષ્ય ઉજળું બનાવ્યું જે ઉમદા ઉદારણ રૂપ કહી શકાય સિતારો સે આગે ઔર ભી જહાં હૈ કપરું કામ પણ ધગશ થી ધ્યય સાથે કરાય તો અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.