ગોધરા ખાતે ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું કરાશે આયોજન - At This Time

ગોધરા ખાતે ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું કરાશે આયોજન


ગોધરા

રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ચિલ્ડ્રન વર્કશોપનું આયોજન જિલ્લા રમતગમત કચેરી પંચમહાલના ઉપક્રમે બાળકોની ચિત્રકલા રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોમાંથી જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈને લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૬ થી ૧૪ વર્ષની વયજુથના બાળકો માટે ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં વધુમાં વધુ ૧૦૦ બાળકોના સમાવેશ કરવામાં આવનાર છે. ચિત્રકામ માટે જરૂરી સાધનો, જેવા કે ડ્રોઈંગ પેન્સીલ, રબર, કલરબોક્ષ, ડ્રોઈંગ પેપર જેની સામગ્રી સેમીનાર દરમ્યાન આપવામાં આવશે.આ ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ માટે તારીખ ૨૯.૦૭.૨૦૨૨ પહેલા અરજીફોર્મ જમા કરાવવા જણાવ્યું છે.
વધુ માહીતી માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ, બહુમાળી ભવન, સેવા સદન ભાગ -૨, રૂમ નં.૩૫ નો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમતગમત અધિકારી પંચમહાલ, ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.