પૌરાણિક પ્રાચીન પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિરે પરંપરાગત રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ, વિધિવત રીતે ગુરુપૂજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકો દર્શન અને ગુરુપૂજન માટે ઉમટી પડ્યા, મંદિર દ્વારા વિશેષ મહાપ્રસાદ નું આયોજન કરાયું, મંદિરના મહંત ગાદી પતિ મહામંડલેશ્વર 1008 આશુતોષગીરીજી એ ભાવિકો અને સેવકોને આશીર્વાદ પાઠવ્યા હતા. - At This Time

પૌરાણિક પ્રાચીન પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિરે પરંપરાગત રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ, વિધિવત રીતે ગુરુપૂજન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકો દર્શન અને ગુરુપૂજન માટે ઉમટી પડ્યા, મંદિર દ્વારા વિશેષ મહાપ્રસાદ નું આયોજન કરાયું, મંદિરના મહંત ગાદી પતિ મહામંડલેશ્વર 1008 આશુતોષગીરીજી એ ભાવિકો અને સેવકોને આશીર્વાદ પાઠવ્યા હતા.


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલું છે પ્રાચીન પૌરાણિક પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર કે જ્યાં પાંડવોએ અજ્ઞાત વાસ દરમિયાન શિવજીની પૂજા કરી હતી અને ખુદ પાંડવો માના ભીમ એ ભીમનાથ મહાદેવની સ્થાપના કરી હતી 1500 વર્ષથી વધારે જુના આ મંદિરમાં પરંપરાગત રીતે અહીં વર્ષોથી ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેને લઈ આજે અષાઢ સુદ પૂનમ અને 12 જુલાઈ ના રોજ વિશેષ ગુરુપૂર્ણિમા નિમિત્તે અહીં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પંથકના મોટી સંખ્યામાં ભાવિકો સેવકો અને શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શન કર્યા હતા તેમજ ગાદી પતિ મહામંડલેશ્વર 1008 આશુતોષગીરીજી બાપુનુ વિશેષ પૂજન અર્ચન અને ગુરુપૂજન વિધિવત રીતે કરવામાં આવ્યું હતું ભક્તિ ભાવ અને ગુરૂ વંદના ના ભજનો કાવ્યો સાથે ગુરુપૂજન કરાયું હતું ગુરુનો મહિમા શું એ વિષય પર મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ત્યારે આ તકે મહંત ગાદી પતિ મહામંડલેશ્વર 1008 આશુતોષગીરીજી દ્વારા ભાવિક ભક્તોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા, ભીમનાથ મહાદેવનુ પણ આજે વિશેષ પૂજન અર્ચન અને શણગાર કરવામાં આવ્યા હતા જેનો હજારો ભાવિકોએ આજે દર્શન લાભ મેળવ્યો હતો, મંદિર ખાતે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તકે સેવકો અને પંથકના આગેવાનો દ્વારા આ ગુરુપૂર્ણિમા ના પાવન પ્રસંગે ગુરુપૂર્ણિમા વિશેનું માહાત્મ્ય અને ગુરુની શું મહિમા છે જીવનમાં અને શિષ્ય ને કેવી રીતે વર્તવું તેને લઈ જાણકારી આપી હતી, ગુરૂ અને શિષ્યનો નાતો અનોખો હોય છે તેવું પણ જણાવ્યું હતું, ત્યારે પરંપરાગત રીતે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે હજારો ભાવિક ભક્તો અને સેવકો દ્વારા આજે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.