ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૨મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં શહેરના 12 કલાકારો ભાગ લેશે. - At This Time

ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૨મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં શહેરના 12 કલાકારો ભાગ લેશે.


ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૨મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં શહેરના 12 કલાકારો ભાગ લેશે.

ગુજરાતના કલાગુરુ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરે છે એવા ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩૨મા જન્મોત્સવ નિમિતે આવતી ૧ ઓગસ્ટના રોજ ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૧૭૦થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરુની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે. જેનું ઉદ્ઘાટન જાણીતા કલા સંરક્ષકો સુશ્રી પ્રિયા અધ્યારૂ-મહેતા અને શ્રી મનન રેલીયાના કરકમલ દ્વારા કરવામાં આવશે. આ પ્રદર્શન તા ૧ થી ૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધી સાંજના ૪થી૮ કલાક દરમિયાન કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.
પ્રદર્શનની પૂર્વ તૈયારીઓ પૂરજોશમા થઈ રહી છે. સોસાયટીના હોદ્દેદારો અધ્યક્ષ શ્રી વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર, સેક્રેટરી ઉમેશ ક્યાડા રાજકોટ, તેમજ ખજાનચી અને સંવાહક કૃષ્ણ પડિયા પ્રદર્શનને સફળ બનાવવા કાર્યરત છે. આ પ્રદર્શનનું સંચાલન અમદાવાદના ચિત્રકાર શ્રી મિલન દેસાઈ, શ્રી બંસી ખત્રી તેમજ ચિત્રકાર શ્રી જીતુ ઓઘાણી, કા. આચાર્ય, શેઠ સી.એન. કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા થઈ રહ્યું છે.
ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનમાં ખૂબ જ સફળતા સાથે પરિપૂર્ણ થયેલ અને તેમાં વરિષ્ઠ કલાકારો થી લઈને યુવા તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ, તેવીજ રીતે આ વર્ષે પણ પસંદગી પામેલા કલકારોનો સમાવેશ કરતાં રાજકોટના કલાકાર વિરેશ દેસાઈ, સુરેશ રાવલ, ઉમેશ ક્યાડા, નવનીત રાઠોડ, સજ્જાદ કપાસી, અશોક કાબર, ફ્રાન્સીસ ડાયસ, કમલેશ પારેખ,ધર્મેન્દ્ર સહાની, ડો. વિવેક જીવાણી , દિશાખા યાદવ તેમજ ગોંડલથી ભરત તલસાણીયા પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજુ કરશે.
ગુજરાત આર્ટ સોસાયટીના આ પ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવા ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત આર્ટ સોસાયટીમાં કલાકારોની એક મોટી ટીમ જીલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવે છે.
આ સોસાયટીની સ્થાપના ૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. જેનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન એક વર્ષ પૂરું થતાં જ “કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન”ના નામથી કરવામાં આવ્યું છે.
શ્રી રવિશંકર રાવલે અનેક ચિત્રકારોને કામ કરતા કરી ગુજરાતની છબીને ગરિમા ભર્યું સ્થાન અપાવ્યું. તેઓ એક ચિત્રકાર ઉપરાંત સાક્ષર,કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર હતા. તેમણે 'વીસમી સદી' સામયિકમાં કામ કર્યું હતું અને સાહિત્યિક સામયિક 'કુમાર'ની સ્થાપના કરી હતી. આ 'કુમાર' જેમને ત્યાં આવતું તેઓ પોતાની જાતને ગૌરવ અનુભવતા. આવા કલાગુરુના જન્મોત્સવ નિમિતે ૧૭૦ થી વઘારે કલાકારો આ કલાયજ્ઞમાં પોતાની કલાકૃતિ આપી અમદાવાદના આંગણે જયારે આ પવિત્ર દિવસે એક ઈતિહાસ રચાતો હશે ત્યારે આપ સૌની હાજરી અનિવાર્ય હોય અમારું દરેક કલાકાર, કલા રસિક તેમજ આમ જનતાને હાર્દિક આમંત્રણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.