અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓનલાઈન કાચાં લાઇસન્સ રિન્યૂ કરવાનું કામ દસ દિવસથી બંધ - At This Time

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓનલાઈન કાચાં લાઇસન્સ રિન્યૂ કરવાનું કામ દસ દિવસથી બંધ


અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓનલાઈન કાચાં લાઇસન્સ રિન્યૂ કરવાનું કામ દસ દિવસથી બંધ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાહનના કાચા લાઇસન્સના રીન્યુની દસ દિવસથી ઓનલાઈન કામગીરી બંધ છે. અમદાવાદની ત્રણેય આરટીઓમાં રોજ ૨૦૦થી વધુ ઓનલાઇન અરજી આવે છે. અરજદારો વારંવાર અરજી સબમિટ કરવા પ્રયાસ કરે છે, પરંતુ અરજી થતી નથી. વાહનના કાચાં લાઈસન્સની છ મહિનાની સમયમર્યાદા હોય છે. છ મહિનાની મર્યાદા પૂરી થઇ ગયા બાદ કાચું લાઇસન્સ રિન્યુ કરાવવું પડે છે. રિન્યુ નહીં કરાવનારને ભવિષ્યમાં લાઇસન્સની સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. એટલું જ નહીં કાચાની પ્રોસેસ દરમિયાન ભરાયેલી ફી પણ ફરીથી ભરવી પડે છે.

છેલ્લા દસ દિવસથી ઓનલાઇન અરજી થતી નથી. આમ છતાં ત્રણેય આરટીઓના ઇન્સ્પેકટરો ઓનલાઇન અરજી ચાલુ હોવાનો દાવો કરે છે. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ અંગે તપાસ કરાશે. ઓનલાઇન અરજીઓ આવે છે કે, નહીં? તેની તપાસ કરાશે. સિસ્ટમ બંધ હોવાનું કારણ જાણ્યા પછી જ નિકાલ થઈ શકશે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.