સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલ દ્વારા નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા તાલુકા થાનગઢ મ્યુનિસિપલ હાઇસ્કુલ દ્વારા નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી


મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં શાળા પરિવાર દ્વારા ત્રણ દિવસ માટે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એ ડીજેના તાલ સાથે માતાજીના ગરબા રમ્યા. દરરોજ શાળા પરિવાર દ્વારા તેમને પ્રસાદી આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું. દરરોજ ગરબા શરૂ થાય એ પહેલા શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો શાળા ના શિક્ષક ભાઈઓ અને બહેનો તથા આચાર્યશ્રી દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી. આમ શાળામાં ત્રણ દિવસ નવરાત્રીના પર્વની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના સમગ્ર સ્ટાફે શાળાના આચાર્ય શ્રી પીએમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ખડે પગે રહીને આ સફળ આયોજન પાર પાડવા માટે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.