રાજકોટમાં ધો.10નો વિદ્યાર્થી સાથે ભણતી ફ્રેન્ડને લોકમેળામાં લઇ ગયો, છાત્રાના સગા જોઇ જતા વિદ્યાર્થીનું અપહરણ કરાવી ઢોર માર માર્યો - At This Time

રાજકોટમાં ધો.10નો વિદ્યાર્થી સાથે ભણતી ફ્રેન્ડને લોકમેળામાં લઇ ગયો, છાત્રાના સગા જોઇ જતા વિદ્યાર્થીનું અપહરણ કરાવી ઢોર માર માર્યો


રાજકોટના રૈયાધાર વિસ્‍તારમાં રહેતાં અને ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સાથે જ ભણતી વિદ્યાર્થિની સાથે મિત્રતા બંધાઇ હતી. ગઇકાલે આઠમને દિવસે આ વિદ્યાર્થી વિદ્યાર્થિનીને લોકમેળામાં ફરવા લઇ ગયો હતો. પરંતુ વિદ્યાર્થિનીના સગા જોઇ જતાં પરિવારજનોએ ચાર અજાણ્‍યા શખસ મારફત વિદ્યાર્થીનું અપહરણ કરાવી નવા 150 રિંગ રોડ પર લઇ જઇ બેફામ માર માર્યો હતો. બાદમાં તેને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.